Entertainment

અનુષ્કા શર્મા ફરી માતા બની, વિરાટ કોહલીના ઘરમાં દિકરાનું આગમન

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ (Cricket) ટીમનો મજબૂત ખેલાડી (Player) વિરાટ કોહલી બીજી વખત પિતા બન્યો છે. વિરાટની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે. વિરાટ અને અનુષ્કા તેમના બીજા બાળકના જન્મ માટે ગયા મહિનાથી લંડનમાં હતા. વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોને ખુશખબર આપી છે. વિરાટે પોતાના પુત્રનું નામ અકાય રાખ્યું છે.

વિરાટ કોહલીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, ‘હું તમને બધાને ખૂબ જ આનંદ સાથે કહેવા માંગુ છું કે 15 ફેબ્રુઆરીએ અમારા ઘરે એક નાનો મહેમાન અને વામિકાનો નાનો ભાઈ આવ્યો છે. હું આ શુભ સમય માટે તમારા બધાની પ્રાર્થના અને આશીર્વાદ માંગું છું.

Most Popular

To Top