SURAT

સુરત: વેસુની મોડેલ તાનિયા સિંહ આપઘાત કેસમાં IPL ક્રિકેટરને પોલીસનું તેડું!

સુરત: (Surat) વેસુમાં રહેતી મોડલ તાનિયાએ ગઇકાલે આપઘાત (Suicide) કરી લીધો હતો, જે કેસમાં પોલીસે આજે પાંચ જેટલા લોકોના નિવેદન લીધા છે. મોડલ સાથે મિત્રતા ધરાવતા આઈપીએલ ક્રિકેટર (Cricket) અભિષેક શર્માને પણ વેસુ પોલીસે પુછપરછ માટે બોલાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

  • વેસુની મોડેલ તાનિયા સિંહ આપઘાત કેસમાં IPL ક્રિકેટરને પોલીસનું તેડું!
  • તાનિયાની કોલ ડીટેઈલ્સના આધારે ડપરિજનો તેમજ નજીકના મિત્રોની પોલીસે પૂછપરછ શરૂ કરી

વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનની વતની અને વેસુ ખાતે હેપ્પી એલિગન્સ નામની બિલ્ડિંગમાં રહેતી 29 વર્ષીય મોડલ તાનિયાએ ગઈકાલે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તાનિયા છેલ્લા દોઢથી બે વર્ષથી ફેશન ડીઝાઇનિંગ અને મોડેલિંગનો અભ્યાસ કરતી હતી. મોડલે આપઘાત કરતા પોલીસ પણ દોડતી થઇ હતી. પોલીસે પ્રાથમિક ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી હતી. આ કેસમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમતા ઓલરાઉન્ડર આઈપીએલ ખેલાડી અભિષેક શર્માનું પણ નામ સામે આવ્યું છે, જેના કારણે પોલીસે પ્રાથમિક પુછપરછ માટે તેને બોલાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

તાનિયાની કોલ ડિટેઇલમાં અનેક રહસ્યો છુપાયેલા હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. પોલીસને હાલ પ્રેમ પ્રકરણમાં આપઘાત થયો હોવાનું લાગતા તે એંગલથી તપાસ કરી રહી છે. જો કે વેસુ પોલીસ ઇન્સપેક્ટર બીયુ બારડે જણાવ્યું હતું કે, ક્રિકેટર સાથે છેલ્લા ઘણાં સમયથી કોઈ સંપર્ક હોય તેવું કોલ ડિટેઈલમાં જણાયું નથી. તેમ છતાં તેની સાથે મિત્રતા હોવાથી તેને પુછપરછ માટે બોલાવાશે. આ સિવાય પરિવારના અને ગઈકાલે છેલ્લો કોલ જે મિત્રને કર્યો હતો તેની આજે પુછપરછ કરાઈ હતી.

અભિષેક શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી
અભિષેક શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલો ઓલરાઉન્ડર ખેલાડી છે. આઇપીએલમાં 47 મેચમાં 137.38ના સ્ટ્રાઇક રેટથી 893 રન બનાવી ચુક્યો છે. તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન છે. આઇપીએલમાં અત્યાર સુધીમાં તે 4 અરધી સદી પણ ફટકારી ચુક્યો છે અને 9 વિકેટ પણ ઝડપી ચુક્યો છે.

Most Popular

To Top