National

દેશના વિવિધ રાજ્યોમાં 8 મે સુધી હીટવેવ, ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે થશે અતિ ભારે વરસાદ

નવી દિલ્હી: (New Delhi) આકરા તડકા અને ગરમ પવનો (Hot Wind) વચ્ચે દેશના ઘણા ભાગોમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. આગામી દિવસોમાં કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે જ્યારે ઘણી જગ્યાએ લોકોને હીટવેવનો સામનો કરવો પડી શકે છે. જોકે સમય જતાં પરિસ્થિતિ સુધરશે અને હીટવેવ ઘટશે.

  • 5 મે સુધી પૂર્વ ભારતમાં અલગ-અલગ સ્થળોએ અને દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં કેટલાક સ્થળોએ 6 મે સુધી ઓછી તીવ્રતા સાથે ગરમીનું મોજું રહેવાની શક્યતા છે, પરંતુ બાદમાં પરિસ્થિતિ સુધરશે અને ગરમીનું મોજું ઘટશે.
  • 5-6 મેના રોજ ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા અને ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
  • 5-9 મે દરમિયાન પૂર્વ ભારતમાં વરસાદની સાથે વીજળી પડવાની સંભાવના, જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે, જેની તીવ્રતા 6-7 મેના રોજ ઘણી વધારે રહેશે
  • દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં 5-9 મે દરમિયાન વાવાઝોડાં અને ભારે પવનનો અનુભવ થઈ શકે છે

હવામાન વિભાગ (IMD) અનુસાર ઉત્તરપૂર્વ ભારતમાં 5-6 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ઓરેન્જ વેધર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 5 મેના રોજ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

રાજસ્થાનથી લઈને તેલંગાણા સુધી હીટવેવનું એલર્ટ છે. 4 મે થી 8 મે સુધી વિવિધ રાજ્યોમાં હીટવેવની સંભાવના છે જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં ઠંડક રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ અને યનમ, રાયલસીમા, આંતરિક કર્ણાટક અને તેલંગાણામાં અલગ-અલગ સ્થળોએ ગરમીની લહેર આવવાની સંભાવના છે.

Most Popular

To Top