National

એચડી રેવન્નાની પોલીસે કરી અટકાયત, પ્રજ્વલ રેવન્ના ફરાર, કોર્ટે બંનેની જામીન અરજી ફગાવી

જેડીએસ નેતા એચડી રેવન્નાની (HD Revanna) પોલીસે (Police) અટકાયત કરી છે. જ્યારે તેનો પુત્ર પ્રજ્વલ રેવન્ના સેક્સ સ્કેન્ડલ કેસમાં દેશ છોડીને ફરાર છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પ્રજ્વલ રેવન્નાને શોધવા બેંગલુરુમાં એચડી દેવગૌડાના ઘરે પહોંચી હતી. આ પછી એચડી રેવન્નાની અટકાયત કરવામાં આવી છે. તેમની સામે બે એફઆઈઆર નોંધાઈ છે.

હોલેનારસીપુર સીટના સાંસદ એચડી રેવન્ના 1994માં આ સીટ પરથી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. 1999માં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ 2004માં તેઓ ફરીથી ધારાસભ્ય બન્યા હતા. 2018માં પણ તેઓ જંગી માર્જિનથી જીત્યા અને ધારાસભ્ય બન્યા. 2023માં પણ તેઓ જીત્યા હતા પરંતુ તેમની પાર્ટી સત્તામાં આવી શકી નહોતી. તે જ સમયે પ્રજ્વલ 2019 માં પ્રથમ વખત સાંસદ બન્યા. તેઓ બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.

કોર્ટે જામીન અરજી ફગાવી દીધી
કોર્ટે બંને આરોપી નેતાઓની જામીન અરજી ફગાવી દીધી છે અને બંને સામે બીજી વખત લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી છે. આ પછી એચડી રેવન્નાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જો કે પુત્ર પ્રજ્વલની શોધ ચાલુ છે. પ્રજ્વલે આગોતરા જામીન અને એચડી રેવન્નાએ વચગાળાના જામીન માટે અરજી કરી હતી. ભારતના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર એચડી રેવન્ના અને તેમના પુત્ર પ્રજ્વલ રેવન્ના પર તેમના માટે કામ કરતી એક મહિલાએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. પ્રજ્વલના ઘણા વાંધાજનક વીડિયો પણ વાયરલ થયા હતા. વીડિયો વાયરલ થયા બાદ પ્રજ્વલ દેશ છોડીને ભાગી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે જર્મનીમાં છે.

પ્રજ્વલ જેડીએસના ઉમેદવાર છે
પ્રજ્વલ રેવન્ના કર્ણાટકની હાસન લોકસભા સીટના આઉટગોઇંગ સાંસદ છે અને 2024ની લોકસભા ચૂંટણીમાં જેડીએસના વર્તમાન ઉમેદવાર પણ છે. તેમની લોકસભા સીટ માટે બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થયું છે. આ પછી તેમનો વાંધાજનક વીડિયો વાયરલ થયો અને ત્યારથી તે લોકો સામે આવ્યા નથી. આ મામલાની તપાસ માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.

Most Popular

To Top