Vadodara

સંસ્કૃતનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાંખુશી, કેટલાકે દોઢ કલાકમાં પેપર પતાવ્યું

વડોદરા, તા.19
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ ની ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. સોમવારથી મુખ્ય વિષયોની પરીક્ષા શરૂ થઈ છે. જેમાં સંસ્કૃતનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. ઘણા વિદ્યાર્થીઓએ તો દોઢ કલાકમાં જ પેપર પૂર્ણ કરી દીધું હતું.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસસીની ગત તારીખ 15 ફેબ્રુઆરી થી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. બોર્ડની પરીક્ષાને લઈને અગાઉથી જ તમામ વિદ્યાર્થીઓને સમયસર કેન્દ્ર પર પહોંચવા માટે સૂચના આપવામાં આવી હતી. ગુરુવારથી શરૂ થયેલી આ પરીક્ષાઓ આગામી તારીખ 13 મી માર્ચ સુધી ચાલશે. સોમવારથી મુખ્ય વિષયોના પેપરોનો પ્રારંભ થયો છે. જેમાં વડોદરાની 45 થી વધુ સીબીએસઈ સ્કૂલના અંદાજીત દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. મુખ્ય વિષયની સોમવારથી શરૂ થયેલ પરીક્ષામાં સંસ્કૃતનું પેપર હતું. જે પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.

Most Popular

To Top