Vadodara

પાલિકા દ્વારા વીર છત્રપતિ શિવાજી મહારાજની સયાજીબાગ સ્થિત પ્રતિમાનું અનાવરણ કરાયું

વડોદરા, તા.19
વીર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું વડોદરા શહેરના મહારાજા શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા સયાજીબાગ ખાતે 8મી માર્ચ 1934 ના દિવસે સ્થાપના કરવામાં આવી હતી જો કે સમયાંતરે તથા તંત્રની નિષ્ક્રિયતા અને વાતાવરણની અસરને કારણે વીર શિવાજીની પ્રતિમા પરથી રંગ ઉખડી જતાં વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાજેતરમાં 9.83 લાખના ખર્ચે રીસ્ટોરેશન કરવામાં આવ્યું હતું ત્યારે સોમવારે વીર શિવાજીની જયંતી પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયર પિન્કીબેન સોનીના વરદહસ્તે પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેયર પિન્કીબેન સોની, ચિરાગ બારોટ, ડો.શીતલ મિસ્ત્રી, મનોજ પટેલ, શૈલેષ પાટીલ, ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થુભાઇ),પૂર્વ મેયર તથા કાઉન્સિલર નિલેશ રાઠોડ સહિતના મ્યુનિ. કાઉન્સિલરોએ વીર શિવાજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પિત કરી તેમને યાદ કર્યા હતા.

Most Popular

To Top