National

ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈ મોટા સમાચાર, AAPના કુલદીપ કુમાર બન્યા મેયર, સુપ્રીમ કોર્ટનો નિર્ણય

સુપ્રીમ કોર્ટે (Supereme Court) આમ આદમી પાર્ટીના (AAP) કુલદીપ કુમારને ચંદીગઢ મેયરની ચૂંટણીમાં વિજેતા જાહેર કર્યા છે. બેન્ચે કહ્યું કે અરજદારને 12 વોટ મળ્યા છે. આઠ મત ખોટી રીતે અમાન્ય જાહેર કરાયા હતા. બાદમાં આ આઠ મત અરજદારની તરફેણમાં મળ્યા હતા. આ રીતે આઠ મત ઉમેરીએ તો અરજદાર પાસે 20 મત છે. તેથી AAP કાઉન્સિલર અને અરજદાર કુલદીપ કુમારને ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદ માટે ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરવાનો પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહનો નિર્ણય અમાન્ય છે.

રવિવાર રાત સુધી રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે ભાજપ ફરી એકવાર મેયર બનાવવામાં સફળ થશે. મનોજ સોનકરે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું જેથી ફરી ચૂંટણી યોજાઈ શકે. ચૂંટણીમાં બહુમતી સાબિત કરવા માટે બીજેપીએ ત્રણ AAP કાઉન્સિલરોને પકડ્યા અને તેમને રવિવારે મોડી રાત્રે પાર્ટીમાં સામેલ કર્યા. પરંતુ સુપ્રીમ કોર્ટે રમત બદલી નાખી. કોર્ટની ટિપ્પણી બાદ આમ આદમી પાર્ટીમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે.

સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદ માટે AAP ઉમેદવાર કુલદીપ કુમારને માન્ય રીતે ચૂંટાયેલા ઉમેદવાર જાહેર કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે ચંદીગઢ મેયર ચૂંટણીને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે બીજેપી ઉમેદવારની જીતને રદ કરી હતી અને AAP ઉમેદવારને મેયર જાહેર કર્યા હતા. આ ઉપરાંત ચૂંટણી અધિકારી (રિટર્નિંગ ઓફિસર)ને પણ નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અધિકારી જૂઠું બોલ્યા.

આ પહેલા કોર્ટે 30 જાન્યુઆરીએ થયેલા મતદાનના બેલેટ પેપરની તપાસ કરી હતી. SC એ પછી કહ્યું કે AAP ઉમેદવારની તરફેણમાં પડેલા આઠ મતો પર વધારાના માર્ક્સ હતા. કોર્ટે કહ્યું કે ચિહ્નિત બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે ત્યારબાદ વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે. કોર્ટે પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહની પણ પૂછપરછ કરી હતી, જેમાં મસીહે કબૂલ્યું હતું કે તેમણે આઠ વોટ માર્ક કર્યા છે.

Most Popular

To Top