Vadodara

RTE પ્રવેશ પ્રક્રિયા : 20,944 જેટલી અરજીઓ નિયમાનુસાર વિવિધ કારણોસર અમાન્ય થઈ

અમાન્ય થયેલી ઓનલાઈન અરજીઓમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને તક અપાઈ :

આગામી 6 એપ્રિલ સુધી અરજદારો ઓનલાઈન વેબપોર્ટલ પોતાની એપ્લિકેશન સબમિટ કરી શકશે :

( પ્રતિનિધિ ) વડોદરા તા.4

RTE પ્રવેશ પ્રક્રિયા 2024-25 માટે અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને તક આપવા આજથી વધુ ત્રણ દિવસ સુધી મુદત લંબાવાઈ છે. જે અરજદારોની ઓનલાઈન અરજી રીજેક્ટ થઈ છે. માત્ર તેવા અરજદારો તા.4 થી તા.6 એપ્રિલ સુધી ઓનલાઈન વેબપોર્ટલ પોતાની એપ્લિકેશન સબમિટ કરી શકશે.

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જારી કરેલી યાદી મુજબ RTE ACT-2009ની કલમ 12.1.(C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ-1 માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે તા.5 માર્ચનાં રોજ જાહેરાત બહાર પાડી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં આશરે 2,35,387 જેટલી ઓનલાઈન અરજીઓ વેબપોર્ટલ પર મળી હતી. જે ઓનલાઈન મળેલી અરજીઓની ચકાસણી કરવાની પ્રક્રિયા જિલ્લા કક્ષાએ તા. 14 માર્ચથી થી તા.1 એપ્રિલ 2024 માં હાથ ધરવામાં આવી હતી. જ્યારે આવેલી અરજીઓની જિલ્લા કક્ષાએ ચકાસણી બાદ કુલ 20,944 જેટલી અરજીઓ નિયમાનુસાર વિવિધ કારણોસર અમાન્ય થઈ છે. જેને ધ્યાને લઈ જે અરજદારોની ઓનલાઈન અરજી રીજેક્ટ થઈ છે. માત્ર તેવા અરજદારો તા.4 થી તા.6 એપ્રિલનાં સમયગાળા દરમિયાન ઓનલાઈન વેબપોર્ટલ https://rte.orpgujarat.com/ પર જઈ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી રીજેકટ થયેલી અરજીમાં જો કોઈ જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોઈ તો અપલોડ કરી પોતાની એપ્લિકેશન સબમિટ કરી શકશે. જે અંગેની જાણ અરજદારોને SMS દ્વારા પણ કરવામાં આવશે. આ સમયગાળા બાદ રીજેક્ટ થયેલી અરજીઓની પુનઃ ચકાસણી જિલ્લા કક્ષાએ તા. આજથી થી આગામી તા. 8 એપ્રિલ દરમિયાન કરવામાં આવશે. જે અરજદારો આ સમયગાળા દરમિયાન પોતાની રીજેક્ટ થયેલી અરજીમાં કોઈ સુધારો કરવા ન માંગતા હોય તો તેઓની અરજી અમાન્ય રાખી નિયમાનુસાર RTE પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તથા, પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા. 15 એપ્રિલના સોમવારનાં રોજ જાહેર કરવામાં આવશે.

Most Popular

To Top