Dakshin Gujarat

નવસારી: એંધલ ગામના પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક પોલીસે ઝડપી પાડી

નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 ઉપર એંધલ ગામના પાટિયા પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે (Police) બાતમીના આધારે 6.79 લાખના વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂ ભરાવનાર અને મંગાવનાર ત્રણને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

  • એંધલ ગામના પાટિયા પાસેથી 6.79 લાખના વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ
  • પોલીસને 6,79,200 રૂપિયાની વિદેશી દારૂની 3240 નંગ બાટલીઓ મળી આવી

મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નં. 48 ઉપર એંધલ ગામના પાટિયા પાસેથી એક લેલન્ડ ટ્રક (નં. જીજે-11-યુ-8642) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 6,79,200 રૂપિયાની વિદેશી દારૂની 3240 નંગ બાટલીઓ મળી આવતા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોર્વીરા ગામે કુંભાર ફળીયામાં રહેતા રોહિતભાઈ ભુપતભાઈ માથાસુળિયાને ઝડપી પાડ્યો હતો.

પોલીસે રોહિતભાઈની પુછપરછ કરતા રાજકોટના મોટામોવામાં રહેતા સેલાભાઈ ભરવાડના બે માણસોએ ટ્રકમાં વિદેશી દારૂ ભરાવી આપ્યો હતો અને સેલાભાઈ ભરવાડે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે સેલાભાઈ અને તેના બે માણસોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 10 લાખનો ટ્રક, 3 હજાર રૂપિયાનો મોબાઈલ અને રોકડા 5 હજાર રૂપિયા મળી કુલ્લે 16,87,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top