રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા લોકોને શેરી ગરબાનું (SheriGarba) આયોજન કરવાની છૂટ આપવામાં આવી છે. 400 લોકોની મર્યાદામાં લોકોને ગરબા રમવાની છૂટ...
શાહરૂખ ખાન (Shah rukh khan)ના પુત્ર આર્યન ખાન (Aryan khan)ના ભાવિનો નિર્ણય આજે મુંબઈ (Mumbai)ના મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્રૂઝ પાર્ટી...
રામ રહીમ ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યાના (Ranjeet Sinh Murder) કેસમાં બાબા રામ રહીમ સહિત 5 આરોપીઓને CBI ની વિશેષ કોર્ટે દોષિત...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક ચીમકીભર્યો પત્ર મળ્યો છે. (Gujarat CM Bhupendra Patel) આ પત્ર તેમના જ પક્ષ ભાજપના નેતાઓએ મોકલ્યો છે....
ડીસા-પાલનપુર નેશનલ હાઈવે (Disa-Palanpur National Highway) પરથી આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીં બનાસકાંઠા પાસે મળસ્કે 4 વાગ્યે વિચિત્ર અકસ્માત (Accident near Banaskantha)...
નજીકના ભવિષ્યમાં ભારતીય રસ્તાઓ પર પણ વિદેશની જેમ ટેસ્લા (Tesla)ની ઈલેક્ટ્રીક કાર (Electric Cars) દોડતી જોવા મળે તો નવાઈ નહીં. ભારત સરકાર...
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટની સુરત (Surat Airport)થી કોઇમ્બતુર (Coimbatore) અને ઇન્દોર (Indore)ની ફલાઇટ (Flight)ની માંગણી જે સમર સિડ્યુલ (summer schedule)થી કરવામાં...
વડોદરા : આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો ગુરુવારથી પ્રારંભ થયો છે.વડોદરામાં માત્ર શેરી ગરબાઓ યોજવા પરવાનગી આપવામાં આવી છે.ગતવર્ષે કોરોનાના કારણે તહેવારો ઉત્સાહ...
વડોદરા : શહેરની ક્રાઈમ બ્રાંચને 19 દિવસથી હંફાવતાં બળાત્કારી અશોક જૈનને આખરે પાલીતાણાથી ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચ અને સાઈબર ક્રાઈમના સંયુક્ત...
વડોદરા: શહેરના છાણી જકાતનાકા પાસે રહેતી પરિણીતાના વર્ષ 2018માં દેવ ઉર્ફે રોહિત ગોપાલસિંઘ ચૌધરી (રહે ઓલપાડ સુરત) સાથે લગ્ન થયા હતા. લગ્ન...
વડોદરા : શહેરના પોસ વિસ્તારમાં ઠેર ઠેર ઢોરને બિન વરસી હાલતમાં ગોપાલકો છોડી દેતા કોર્પોરેશનના ઢોર ડબ્બા વિભાગે શહેરના ત્રણ વિસ્તારમાંથી 4...
વડોદરા : જન આશીર્વાદ યાત્રા અકોટા વિધાનસભા મતવિસ્તારમાં યોજાઇ હતી.જેમાં પદભાર સંભાળ્યા બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરના પ્રવાસની શરૂઆત કરી...
વડોદરા : વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલના વહીવટી તંત્રની વધુ એક બેદરકારી છતી થઈ છે.શહેરમાં એક તરફ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોએ માથું...
સુરત: સુરત કાપડ માર્કેટના (Surat Textile Market) વેપારીઓ 100 નંબર પર ફોન કરી કોઈની વિરુદ્ધ ફરિયાદ આપશે તો હવે પોલીસ સીધી કાર્યવાહી...
વડોદરા: શહેરના માણેજા વિસ્તારમાં અનાજ કરીયાણાની ડિલિવરી સમયે અજાણ્યો શખ્સ તકનો લાભ ઉઠાવીને ગાડીમાંથી કલેક્શનના રોકડા રૂપિયા 59,900 ભરેલું પર્સ તથા 3000...
વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બંગલૉઝમાં રહેતી પરણીતાનો બિલ્ડર પતિ અન્ય બે સંતાનોની માતા સાથે પ્રેમ સંબંધ રાખતો હતો. આટલું જ નહિ...
ગાંધીનગર: નવરાત્રિ (Navratri)માં ગુજરાત (Gujarat)માં તેલીયા રાજાઓ બેફામ થઈ ગયા છે. ખાસ કરીને પેટ્રોલ – ડિઝલ (Petrol -Diesel) આમેય 100નો ભાવ પાર...
વડોદરા : વડોદરા શહેર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 16 કેસ મળી...
આણંદ : કરમસદ ગામમાં દેશી દારૂ બનાવી તેને છેક અમદાવાદ સુધી સપ્લાય કરવાનું મસમોટું નેટવર્ક ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે પકડી પાડ્યું છે....
નડિયાદ: ગળતેશ્વર તાલુકાના રૂસ્તમપુરાની પરિણીતા પાસે દહેજમાં રૂપિયા ૨૦ લાખ રોકડા તેમજ જમીનની માંગણી કરી ઘરેથી કાઢી મુકનાર અમદાવાદના સાસરીયાઓ વિરૂધ્ધ મહિલા...
નડિયાદ: મહેમદાવાદમાં રહેતી પરણિતાને લગ્નજીવનના દોઢ વર્ષમાં જ અસહ્ય ત્રાસ આપીને આપઘાત કરવા મજબુર કરનારા નણંદના જામીન કોર્ટે ફગાવ્યાં છે. મહેમદાવાદની રાધેક્રિષ્ણ...
કાલોલ: કાલોલ તાલુકા વિસ્તારમાં એમજીવીસીએલ વિભાગ દ્વારા ૨૪ કલાક આપવામાં આવતી વિજળીના વિભાગીય ગામોમાં મીટર રિડિંગ કરીને બિલ આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટ કર્મીઓને...
દાહોદ: દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં આવેલ રેલ્વે હોસ્પિટલમાં ફિઝીયોથેરાપિસ્ટની જગ્યા માટે વોક ઈન ઈન્ટરવ્યું સ્થીગત કરી દેવામાં આવતાં તબીબોએ...
સિંગવડ: સીંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી બે ડોક્ટરથી આખુ દવાખાનુ ચાલી રહ્યું છે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુલ ૪ એમબીબીએસ ડોક્ટર હોવા...
ગોધરા: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે દેશના વિવિધ રાજ્યોમાં પી.એમ.કેર અંતર્ગત વિવિધ સ્થળોએ પી.એસ.એ. પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે હેઠળ પંચમહાલ જિલ્લામાં...
નવરાત્રી એવો તહેવાર છે, જેમાં ટોપ ટુ બોટમ તૈયાર ન થાઓ તો લૂક અધૂરો લાગે. નવરાત્રીના પહેરવેશમાં યુવતીઓને ટિકાથી લઈને મોજડી સુધીની...
આવી નોરતા ની રાત…હાલો ગરબે રમવા… હમણાં તો તમે બે વર્ષ બાદ ગરબે રમવાની મજા લેતા હશો, અને એમાંય વળી ફક્ત શેરી...
ગુજરાતમાં રખડતાં ઢોરોની સંખ્યા વધીને ૨.૯ લાખ પર પહોંચી ગઈ છે. પશુ વસતિ ગણતરીના આંકડાઓ મુજબ ગુજરાતમાં કુલ ૨.૭૧ કરોડ પશુઓ છે,...
નાગાલેન્ડના તમામ પક્ષોએ એક થઇને રાજયમાં વિપક્ષરહિત સરકારની પહેલ કરી છે. નાગાલેન્ડના તમામ રાજકીય પક્ષો હવે સરકારનો વિરોધ કરવાના બદલે નાગાલેન્ડના વિકાસ...
એવું કહેવાય છે કે ધનના અલગ અલગ પ્રકાર હોય છે, પરંતુ ધન, દ્રવ્ય કે દોલતની કાંઈ કિંમત કે મહત્ત્વ હોતાં નથી, કિંતુ...
સોનામાં 5000 અને ચાંદીમાં 13,000નો કડાકો, રોકાણકારો ચોંક્યા, ક્રૂડ ઓઇલ 93 ડોલર પાર
વડોદરા જિલ્લાના બિલ ગામે રહેણાંક વિસ્તારમાં 8 ફૂટનો મગર ઘૂસી આવ્યો
આલિયા ભટ્ટની ‘આલ્ફા’ને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ, ચાહકોએ કાઢી ઝાટકણી
ઐતિહાસિક લોર્ડ્સ ટેસ્ટ વિજય
દેશની વસ્તી વિસ્ફોટ વિશે વિચારો
સ્વચ્છતા અંગે નાગરિક ધર્મ
“2014 પછી દેશનું ભાગ્ય બદલાયું”: 12 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે PM મોદીનું સંબોધન
હોર્મુઝ નજીક ઓઇલ ટેન્કર પર મિસાઇલ હુમલો: 3 ભારતીય ગુમ, વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી
વડોદરામાં રસ્તા પર દોડતો ‘કેમિકલ બોમ્બ’ પકડાવા છતાં છોડી મૂકાયો: પોલીસ અને પોલ્યુશન વિભાગની મોટી મિલીભગતની આશંકા!
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે 10 જૂને અંદાજીત 2000 સફાઈ કર્મચારીઓ માટે યોગ શિબિરનું આયોજન
TMC ના 19 બળવાખોર સાંસદોની યાદી સામે આવી: શત્રુઘ્ન સિંહા, યુસુફ પઠાણનો સમાવેશ
કૃષિ ટેક્નોલોજી અને સહકારિતાના વિસ્તરણ માટે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક
કેન્દ્રની યોજના હેઠળ રાજ્યની 71 પંચાયતોની પ્રાથમિક પસંદગી, સ્થાનિક આવકના સ્ત્રોત ઊભા કરવા પંચાયતોને આહ્વાન
અમદાવાદના બોપલમાં પોલીસના ડરથી ભાગતા સુરેન્દ્રનગરના માથાભારે યુવકનું ચોથા માળેથી પટકાતા મોત
DGP મલિક ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્રની ઓચિંતી મુલાકાતે પહોચ્યા , અરજદારો સાથે કર્યો સીધો સંવાદ
“હવે લગ્ન પહેલાં ‘મેડિકલ કુંડળી’ પણ જરૂરી ! સિકલ સેલ સામે ગુજરાતની મોટી ઝુંબેશ”
આદિવાસી ગૌરવના મહાનાયક બિરસા મુંડાને ગુજરાતની શ્રદ્ધાંજલિ
PM કિસાનથી ગુજરાતના 69 લાખ ખેડૂત પરિવારોને રૂ. 23,083 કરોડનો સીધો લાભ
‘લખપતિ દીદી’થી બદલાઈ રહ્યું છે ગ્રામ્ય ગુજરાતનું ચિત્ર
11 જૂનથી નર્મદા નહેરોમાં છોડાશે સિંચાઈનું પાણી
ઉનાળાની રજાઓમાં કાંકરિયાનો જાદુ: 38 દિવસમાં 6.72 લાખ પ્રવાસીઓ ઉમટ્યા
મોદી સરકારના 12 વર્ષ નિમિત્તે આજે ગુજરાતભરમાં મહાઆરતી
સુરતના ભૂતિયા ડિમોલિશન મુદ્દે પ્રદેશ કોંગ્રેસ સુરતમાં આંદોલન કરશે
અમદાવાદમાંથી 31.81 લાખનો ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપાયો
દક્ષિણ ગુજરાતમાં આજથી વરસાદ શરૂ, 16મી સુધી રહેશે
મોદીએ પ્રધાનમંત્રી તરીકે 4,399 દિવસ પૂર્ણ કરી નેહરુનો રેકોર્ડ તોડ્યો, NDA નેતાઓએ સમ્માન કર્યું
મમતા TMC-કોંગ્રેસના વિલીનીકરણ માટે તૈયાર, અભિષેક બેનર્જીએ રાહુલ ગાંધી સમક્ષ મૂકી શરતો
TMCમાંથી વધુ એક સાંસદનું રાજીનામું, અત્યાર સુધી 58 MLA અને 20 લોકસભા સાંસદો અલગ થયા
સલમાન ખાનના નજીકના મિત્ર કુમુદ રાણેનું નિધન,ખાન પરિવારમાં શોક, અંતિમ વિદાય સમયે ભાવુક બન્યા ‘ભાઈજાન’
હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન ODI શ્રેણીમાંથી બહાર: ફિટનેસ ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત
રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા લોકોને શેરી ગરબાનું (SheriGarba) આયોજન કરવાની છૂટ આપવામાં આવી છે. 400 લોકોની મર્યાદામાં લોકોને ગરબા રમવાની છૂટ મળતા જ પહેલા નોરતે લોકો સોસાયટીમાં ગરબે રમ્યા હતા. ત્યારે સુરત મહાનગરપાલિકાએ (Surat Municipal Corporation Notice) અઠવા, રાંદેર અને અડાજણ વિસ્તારની કેટલીક સોસાયટીઓના પ્રમુખોને નોટીસ આપવામાં આવી છે. આ નોટીસમાં ગરબાનું આયોજન ન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ જો નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હોય તો ખેલૈયાઓને ફરજીયાત પણે માસ્ક પહેરવાની (Garba With Mask) સુચના આપવામાં આવી છે. તેથી જ સુરત મહાનગરપાલિકાના ડરના કારણે માત્ર 12 સોસાયટીઓએ જ નવરાત્રી માટે મંજૂરી માગી હોવાનું સામે આવ્યું છે.

સુરતની 1277 સોસાયટીઓએ રાસ-ગરબાના આયોજન કરવા માટે પોલીસની મંજૂરી લીધી છે. જેમાં સૌથી વધુ મંજૂરી સુરતના અડાજણ વિસ્તારની સોસાયટી દ્વારા લેવામાં આવી છે અને અઠવા ઝોન વિસ્તારમાં ખૂબ જ ઓછી મંજૂરી લેવામાં આવી છે. સુરતની ડુમસ વિસ્તારની 17 સોસાયટીએ, ઉમરા વિસ્તારની 35 સોસાયટીએ, ખટોદરા વિસ્તારની 30 સોસાયટીએ, અડાજણની 45 સોસાયટીએ, રાંદેરની 22 સોસાયટીએ, ઇચ્છાપોરની 15 સોસાયટીએ, અમરોલીની 25 સોસાયટીએ, અઠવાની 12સોસાયટીએ, પાંડેસરાની 25એ અને હજીરાની 5 સોસાયટીઓએ મંજૂરી લીધી છે.
રાજય સરકારે પણ નવરાત્રિ દરમિયાન સોસાયટીઓ માટે કોઈ જાહેરનામું બહાર પાડયુ નથી જેથી અમદાવાદ કોર્પોરેશને પણ સોસાયટીઓ માટે કોઈ પણ ગાઈડલાઈન્સ જારી કરી નથી પણ સુરત મહાનગરપાલિકાએ અઠવા, અડાજણ સહિતના વિસ્તારોમાં સોસાયટી પ્રમુખોને નોટિસ પાઠવી છે. આ નોટિસમાં નવરાત્રિ નહીં કરવા અનુરોધ કરવામાં આવ્યો છે અને જો કરવામાં આવે તો ખેલૈયાઓએ ફરજિયાત માસ્ક પહેરવા કહેવામાં આવ્યું છે. પાલિકાના આ ફતવાને પગલે ભારે વિવાદ સર્જાયો છે.

પાલિકા કાર્યવાહી કરશે તેવા ડરથી અઠવામાં માત્ર 12 સોસાયટીઓએ ગરબા માટે પોલીસ મંજૂરી માંગી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, પાલિકાએ આપેલી નોટિસનું પાલન નહીં કરનારી સોસાયટીઓ સામે કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સરપ્રાઈઝ ચેકીંગ માટે ટીમો પણ બનાવવામાં આવી છે. એક સોસાયટીના પ્રમુખે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, પાલિકાની નોટિસને પગલે ગરબા કેવી રીતે કરવા તે અંગે ખૈલેયાઓ મૂંઝવણમાં મુકાયા છે. માસ્ક પહેરીને ગરબા રમવું શકય નથી. નોટિસમાં પ્રમુખોને જ જવાબદાર ઠેરવી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં જો, કોઈ સોસાયટીમાં કોરોનાનો કેસ આવે તો તેની જવાબદારી પણ પ્રમુખોના શિરે મૂકવામાં આવી છે. આ ફતવાથી ગરબાના આયોજન પણ બગડયા છે.
સરકારની ગાઇડલાઈન પ્રમાણે આ વર્ષે ક્લબ, પાર્ટી, ફાર્મ હાઉસમાં ગરબા થઈ શકવાના ન હોવાથી શહેરની મોટા ભાગની સોસાયટીઓમાં સ્થાનિક સ્તરે જ રાસ-ગરબાનું આયોજન કરાયું છે. શહેરની 1277 જેટલી સોસાયટીઓએ ગરબા યોજવા પોલીસની મંજૂરી લીધી છે, જ્યારે ઘણી બધી સોસાયટીઓની મંજૂરી પ્રક્રિયા હજુ પણ ચાલુ હોવાથી આ આંકડો 1500ને પાર થવાનો અંદાજ છે. જો કે સોસાયટીમાં રાતે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી છે તેમજ સ્થાનિક રહીશો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વૃધ્ધોને અડચણ પડે તે રીતે લાઉડ સ્પીકર નહીં વગાડવાની શરત છે.
ક્યાં, કેટલી મંજૂરી મળી?