Vadodara

પ્રથમ નોરતે માંડવી અંબામાતા મંદિરેે દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા

વડોદરા : આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો ગુરુવારથી પ્રારંભ થયો છે.વડોદરામાં માત્ર શેરી ગરબાઓ યોજવા પરવાનગી આપવામાં આવી છે.ગતવર્ષે કોરોનાના કારણે તહેવારો ઉત્સાહ વિનાના ફિક્કા રહ્યા હતા.ત્યારે ચાલુ વર્ષે કોરોનાના કેસો ઘટવા માંડતા સરકારે તહેવારો ઉજવવા મંજૂરી આપી છે.ત્યારે ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.નવરાત્રીનો પ્રારંભ થતા શહેરના માઈ મંદિરોમાં ભકતો દર્શનાર્થે ઉમટ્યા હતા. પ્રથમ દિવસે શહેરના માઈ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા.તો બીજી તરફ નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં એક અનેરો થનગનાટ જોવા મળ્યો છે.

જ્યારે માત્ર શેરી ગરબાઓને જ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.જેમાં પણ માસ્ક ,સોશ્યલ ડિસ્ટનસિંગ સહિતના નીતિનિયમો અને ખાસ કરીને વેક્સિનના બે ડોઝ લીધા હોય તેવા ખેલૈયાઓ જ ગરબે ઘૂમી શકશે.સાથે 9 થી 12 કલાક સુધીની જ પરવાનગી આપવામાં આવી છે.નીતિનિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.ચાલુ વર્ષે નવરાત્રીમાં ત્રીજ ચોથ અને ચોથ પાંચમનો સંયોગ એક સાથે હોવાથી આ વર્ષે નવરાત્રી 8 દિવસની છે.જે દશેરાના દિવસે પૂર્ણ થશે.

જ્યારે વર્ષોની ચાલતી આવતી પરંપરા મુજબ શહેરના પ્રાચીન માંડવી અંબે માતાજીના મંદિરે માત્ર પુરુષો ગરબા રમતા હોવાથી પ્રખ્યાત છે.પ્રથમ દીને પુરુષો ગરબે ઘૂમી માતાજીની આરાધનામાં લિન બન્યા હતા.જ્યારે કારેલીબાગ સ્થિત ગાયકવાડ સંસ્થાન સંચાલિત બહુચર માતાજીના મંદિર ખાતે સવારે 6:30 થી 9 કલાક દરમિયાન જ દર્શન કરી શકાશે.જેમાં પણ ખાસ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્ટના જાળવી જ પ્રવેશ પર ભાર મૂકવામાં આવ્યો છે.જ્યારે આ વર્ષે આથમથી દશેરા દરમિયાન ભક્તોની ભીડ થાય નહીં તે માટે મંદિરના દ્વાર બંધ રાખવામાં આવશે.અને ચાલતી આવતી પરંપરા મુજબ હોમ હવનના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

Most Popular

To Top