Vadodara

અશોક જૈન પાલિતાણાથી અને અલ્પુ સિંધી ગુડગાંવથી ઝડપાયો

વડોદરા : શહેરની ક્રાઈમ બ્રાંચને 19 દિવસથી હંફાવતાં બળાત્કારી અશોક જૈનને આખરે પાલીતાણાથી ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચ અને સાઈબર ક્રાઈમના સંયુક્ત ઓપરેશનમાં નરાધમ અશોક બાદ ગણતરીના કલાકોમાં કુખ્યાત બૂટલેગર અલ્પુ જૈન પણ હરીયાણાથી આબાદ પોલીસના સકંજામાં સપડાઈ ગયો હતો. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા નિસર્ગ એપાર્ટમેન્ટના ફ્લેટ નં.903માં બનેલા બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ગુનાના હાઈપ્રોફાઈલ કેસમાં પખવાડિયાથી ક્રાઈમ બ્રાંચની 7 ટીમો દિવસ-રાત દોડતી રહી હતી. 24 વર્ષની હરીયાણાની યુવતીને જાત જાતના પ્રલોભનો આપીને 70 વર્ષનો સૂત્રધાર અશોક આશકરણ જૈન (29, રોકડનાથ સોસાયટી, દિવાળીપુરા) વારંવાર પોતાની શરીરની ભૂખ સંતોષતો હતો.

હેવાનને પણ શરમાવે તેવા હિન કૃત્ય કરનાર નરાધામ પીડિતાને ઢોરમાર મારીને અન્ય સાથે પણ શારિરીક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. શહેરના પ્રતિષ્ઠિત મનાતા અશોક જૈન સાથે હેમંત ઉર્ફે રાજુ ભટ્ટે પણ પીડિતાને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. મોબાઈલમાં અંગત પળો કેદ કરીને બદનામ કરવાની ધમકી આપતા જ ફફડી ઊઠેલી પીડિતાએ આખરે નરાધમો સામે ફરિયાદ નોંધાવતાં જ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે, રાજુ ભટ્ટ અને તેને ભગાડવામાં સીધી મદદ કરનાર નંદનવન કુરીયર અને હાર્મોની હોટલ ના સંચાલક કાનજી મોકરીયાને ઝડપી પાડ્યા હતા. જ્યારે અશોક જૈને તેના ધારાશાસ્ત્રી દ્વારા અદાલતમાં આગોતરા જામીન અરજી મૂકીને ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. ક્રાઈમ બ્રાંચ સાથે સાઈબર ક્રાઈમની સંયુક્ત ટીમે અવિરત તપાસનો દોર લંબાવ્યો હતો. હ્યુમન અને ટેકનીકલ સોર્સિસના આધારે સાત ટીમોએ ભેજાબાજ આરોપીઓનું પગેરુ દબાવ્યું હતું.

જેમાં અશોક જૈન પાલિતાણામાં ગયો હોવાની વિગત તેના જ ભત્રીજાએ જણાવી દેતા ટીમ રાતોરાત દોડી ગઈ હતી અને લોકેશન મુજબ છુપા વેશમાં ધર્મશાળામાં રોકાણ કરેલ અશોક જૈન પરોઢીયે જેવો પૂજા કરવા મંદિર તરફ પ્રયાણ કરતા પોલીસે ચોતરફથી ઘેરીને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચની સફળતા બાદ ગણતરીના કલાકોમાં બીજી ટીમે પણ નામચીન અલ્પુ સિંધીને હરીયાણાના ગુરગાંવ નજીકથી ઝડપી પાડ્યો હતો. પોલીસ કમિશનર સમશેરસિંઘે રાતોરાત સીટની ટીમની રચના કરી તી. જેમાં ટ્રાફિક એસીપી અમીતા વાનાણી, ક્રાઈમ બ્રાંચના એસીપી ડી.એસ.ચૌહાણ, સાઈબર ક્રાઈમ એસીપી હાર્દિક માંકડીયા, તપાસ અિધકારી વી.આર.ખેરનો સમાવેશ થયો હતો. િફલ્ડ વર્કની ટીમમાં સિનિયર પીઆઈ આર.એ.જાડેજા, વી.આર.ખેર, વીવી. આલ, પીએસઆઈ આર.કે.ટોરાણી, એ.આર.ચૌધરી, કે.જે.વસાવા સહિતના સ્ટાફે ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, લખનૌ, મહારાષ્ટ્ર, લોનાવાલા, ચંદીગઢ, હરીયાણા, અમૃતસર સહિત અલગ અલગ જગ્યાઓ પર રાત-દિવસ દોડધઘામ મચાવી હતી અને સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું.

પખવાડિયાથી અલ્પુ સિંધી મિત્રના ફ્લેટમાં રહેતો હતો

હત્યાનો પ્રયાસ, મારામારી, વિદેશી દારૂનો વેપલો કરવા સહિતના સેંકડો ગુના આચરનાર અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાધવાણી (સિંધી) પખવાડિયાથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. અત્યંત ચાલાક અલ્પુ સિંધીનું લોકેશન મળી આવતા ટીમ હરીયાણા પહોંચી ગઈ હતી. ગુડગાંવ નજીક વઝીરપુરના સેક્ટર-95માં આવેલા શાંતિવિહાર પ્રોજેક્ટ નજીક અહો હાઉસીંગ કોલોની મધ્યે ત્રણ દિવસથી ટીમે ગુપ્ત વોચ ગોઠવી હતી. ટાવરના ફ્લેટ નં.502માં છુપાયેલો અલ્પુ સિંધી આખરે આજે સવારે ફ્લેટમાંથી બહાર નીકળતા જ ક્રાઈમ બ્રાંચે ઊંચકી લીધો હતો. તેના ફ્લેટમાંથી તેનો મિત્ર ધર્મેશ ઉર્ફે ગોલુ પણ મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચને કેસની તપાસ સોંપાતા જ ભેજાબાજ અલ્પુ રફુચક્કર થઈ ગયો હતો અને હરીયાણા આવીને ફ્લેટ ભાડે રાખ્યો હતો. પીએસઆઈ આર.કે.થેરાણીની ટીમે અથાગ પરિશ્રમ બાદ કુખ્યાત આરોપીને દબોચી લેતાં જ ઢીલો થઈને નતમસ્તકે સરન્ડર થઈ ગયો હતો. હરીયાણાથી આરોપી અલ્પુને લઈને પોલીસ નીકળી જતાં આવતીકાલે વડોદરા લવાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

નિર્લજ્જ નરાધમની ધરપકડ, ટોક ઓફ ધી ટાઉન બની

શહેરમાં એકથી દસ નામાંકિત ચાર્ટડ એકાઉન્ટન્ટમાં જેની ગણના થાય છે. તેવા 70 વર્ષીય અશોક જૈનની ધરપકડ શહેરમાં સવારથી જ ટોક ઓફ ધી ટાઉન બની ગઈ હતી. યુવતી સાથે બિન્દાસ્ત ફ્લેટમાં રંગરેલીયા મનાવતા અશોક જૈનના ફોટો વીડિયો શહેરભરમાં ફરતા થઈ જતાં જૈન સમાજ સહિતનાઓએ નરાધમના નિર્લજ્જ કૃત્ય પર ભારોભાર ફિટકાર વરસાવ્યો હતો. જોકે, પોલીસ વચ્ચે ઊભા રહેલા અશોક જૈનની મૂળ મુદ્દા નિહાળતા તેને પોતાના કરેલા પાપ અને દુષ્કૃત્ય ઉપર લેશમાત્ર અફસોસ જણાતો ન હતો.

કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ આજે રિમાન્ડની કાર્યવાહી કરાશે

જૈન સમાજનું પવિત્ર યાત્રાધામના દર્શનાર્થે અશોક જૈન અમદાવાદથી ત્રણ દિવસ પૂર્વે નીકળ્યો હતો અને ધોલેરા ખાતે દર્શન કરીને પાલિતાણા ગઈકાલે પહોંચી ગયો હતો. ધર્મશાળામાં રાત્રિ રોકાણ કરીને વહેલી સવારે દર્શન કરવા મંદિરના પ્રાંગણમાં પહોંચતાં જ ટીમે ઘેરી લીધો હતો. પોલીસને જોતાં જ અશોક રીતસરનો ડધાઈ ગયો હતો. પોલીસે હાથ પકડતાં જ ધરપકડના ડરથી જ ભાંગી પડ્યો હતો. પોલીસે આરોપીને પાલિતાણાથી તુરંત કારમાં બેસાડીને રવાના થતાં બપોરે બે વાગે ક્રાઈમ બ્રાંચમાં અશોકને લવાયો હતો. આજે કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યા બાદ પ્રાથમિક પૂછતાછ આદરાશે અને આવતીકાલે સાંજે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાશે.

પીડિતાને ન્યાય મળશે જ ! : ગૃહ રાજ્યમંત્રી

શહેરમાં આજે ગૃહમંત્રી હર્ષ સંધવી આશીર્વાદ રેલીમાં ભાગ લેવા આવ્યા હતા. ત્યારે જ હાઈપ્રોફાઈલ કેસના સૌથી મહત્ત્વના મનાતા અશોક જૈન અને અલ્પુ સિંધી ઝડપાઈ ગયાની વિગત જાણીને ગૃહમંત્રીએ મીડિયાને જણાવ્યું હતું કે, દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાને ચોક્કસ ન્યાય મળશે. આરોપી ગમે તેટલા વગદાર અને માલેતુજાર હશે તો પણ તેમની સામે કડક કાનૂની પગલા લઈને કામગીરી હાથ ધરાશે તેવી ખાતરી આપી હતી.

કેટલાય ઇન્વેસ્ટરોના ચહેરા પરથી નકાબ ઉતરશે

હાઈપ્રોફાઈલ રેપ કેસમાં નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન પકડાતા જ હવે  દુષ્કર્મ કાંડના અનેક રહસ્યો પરથી પડદો ઉચકાઈ શકે છે નિસર્ગ ફ્લેટના રૂમ નંબર 903 માં થતી કામલીલાઓના અનેક રાઝ પણ ખુલી શકે છે પોલીસે અશોક જૈનના આગોતરા મંજૂર ન થાય તે માટે કરેલ સોગંદનામામાં અશોક જૈન ઈન્વેસ્ટરોને ખુશ રાખવા પીડિતા પર દબાણ કરતો હોવાનું જણાવ્યું હતું ત્યારે અશોક જૈન ની પૂછપરછમાં કયા કયા ઇન્વેસ્ટરોએ પીડિતાને પીંખી છે તેમજ અશોક જૈન કયા કયા ઈન્વેસ્ટરોને ખુશ કરવા પીડિતાને ટોર્ચર કરતો કરતો હતો તેઓના  નામ બહાર આવી તેવી શક્યતાઓ સેવાઇ રહી છે અશોક જૈન પકડાતા જ અનેક ઈન્વેસ્ટરો, બિલ્ડરો અને કેટલાક અધિકારીઓએ ફફડી ઊઠયા હોવાની પણ ચર્ચા જોર પકડી રહી છે હવે જોવાનું એ છે કે પોલીસ હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કાંડના હાઈ ફાઈ લોકોના નામો ઓકાવી શકે છે કે કેમ..?

આગોતરા પહેલાં પોલીસે અશોકનો ખેલ પાડ્યો

બહુચર્ચિત બનેલા ગોત્રી દુષ્કર્મ કાંડની તપાસ કરી રહેલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી અશોક જૈનને પાલીતાણાથી દબોચી લીધો હતો ધર્મશાળામાં  પોલીસને જોતા જ અશોક જૈનના હોશ કોશ ઉડી ગયા હતા  આવતીકાલે અશોક જૈનના આગોતરા જામીનની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે અને અશોક જૈનને આગોતરા મળશે તેવી આશા પણ હતી પરંતુ પોલીસને જોતા જ તમામ આશાઓ ઠગારી સાબિત થઈ ગઈ,પોલીસે અશોક જૈનને સુનાવણી  પહેલા જ પકડી લેતા અશોકનો ખેલ ઊંધો વળી ગયો હતો આગોતરા મેળવવા પોલીસને ચકમો  અશોક ભાગતો ફરતો હતો પરંતુ આગોતરા જામીન અરજીની સુનાવણી થાય તે પહેલાં જ પોલીસે ખેલ પાડી દેતાં અશોક જૈનની  ઉંઘ ઉડી ગઇ છે. ઉલ્લેખનીય છે કે રાજુ ભટ્ટ ની ધરપકડ  અશોક જૈન પણ જલદી પકડાશે તેમ માનતું હતું પરંતુ   અશોક જૈને કેટલાય દિવસ સુધી પોલીસને હંફાવી હતી ક્રાઇમબ્રાંચ ની ટીમો એ અનેક જગ્યા એ દરોડા પડ્યા પણ ખાલી હાથે રહી હતી અશોક જૈન પકડવો પોલીસ માટે નાક નો સવાલ થતા ગૃહરાજ્યમંત્રી વડોદરાની મુલાકાત પહેલાં અશોક જૈનને ઝડપી પાડી પડ્યો હતો.

Most Popular

To Top