National

જબલપુરમાં PM મોદીના રોડ શો દરમિયાન અકસ્માત, સ્ટેજ તૂટી પડતાં મહિલાઓ બાળકો સહિત 10થી વધુ ઘાયલ

જબલપુરઃ (Jabalpur) મધ્યપ્રદેશના જબલપુરમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન અકસ્માત થયો હતો. સ્ટેજ ધરાશાયી (Stage Collapse) થવાને કારણે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં પત્રકારો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પ્રચારને અનુલક્ષીને આયોજીત કરાયેલા પીએમ મોદીના રોડ શોમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.

પીએમ મોદીએ રવિવારે જબલપુરમાં રોડ શો કર્યો હતો. આ રોડ શો જોવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી. લોકોની ભારે ભીડ વચ્ચે સ્ટેજ ધરાશાયી થતાં અનેક લોકો ઘાયલ થયા હતા. જોકે કોઈને ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમની એક ઝલક મેળવવા માટે વધુ લોકો સ્ટેજ પર ચઢી ગયા હતા જેના કારણે આ અકસ્માત થયો હતો. પોલીસે સમજાવ્યા બાદ પણ લોકો સંમત ન હતા.

બીજી તરફ પીએમ મોદીએ તેમના એક્સ હેન્ડલ પર જબલપુરમાં આયોજિત રોડ શોની તસવીરો પણ શેર કરી હતી. તેમણે કહ્યું કે આજે જબલપુરનો રોડ શો ખૂબ જ શાનદાર હતો. અહીં મારા પરિવારના સભ્યોનો ઉત્સાહ અને જુસ્સો કહી રહ્યો છે કે અમે ત્રીજી ટર્મ માટે આશીર્વાદ આપવાના છીએ. બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રસ્તાઓ સાથે અમે અહીં દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ કર્યું છે. આનાથી જબલપુરના વિકાસને નવી પાંખો મળી છે.

સ્ટેજ ધરાશાયી થવાથી અડધો ડઝન લોકો ઘાયલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન રામપુર-ગોરખપુર રોડ પર રસ્તાના કિનારે સ્વાગત મંચ ઊભો કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનનું વાહન સ્ટેજની સામેથી પસાર થતાં જ લોકો તેમની એક ઝલક મેળવવા સ્ટેજ પર ચઢી ગયા હતા જેના કારણે સ્ટેજ તૂટી પડ્યું હતું. સીએસસી ગોરખપુર એચઆર પાંડેએ કહ્યું કે રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે ચઢી ગયા હતા. વડાપ્રધાનનો કાફલો આગળ વધતાં જ સ્ટેજ ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનામાં અડધો ડઝન લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. જોકે કોઈને ગંભીર ઈજા થઈ નથી.

Most Popular

To Top