Vadodara

ગોત્રી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા સ્વાઇન ફ્લુના દર્દીનું મોત

સ્વાઈન ફ્લૂના કારણે વીતેલા દિવસોમાં  કુલ ત્રણના મોત

કોરોના ના કારણે વધુ એક દર્દી સારવાર હેઠળ : કુલ આંક પાંચ

વડોદરા , તા.7

હાલ મિશ્ર ઋતુના કારણે તેમજ વધતા જતા વાયરલ ઇન્ફેક્શનના કારણે અનેક લોકો ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે વાયરલ ઇન્ફેક્શન સાથે કોરોના અને સ્વાઈન ફ્લૂના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ફરી એકવાર કોરોનાવાયરસ ના દર્દીઓ એક્ટિવ જોવા મળી રહ્યા છે ત્યારે શહેરમાં કોરોના ના કુલ પાંચ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા જેથી તમામ હાલ આઇસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે જ્યારે સ્વાઇન ફ્લૂના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ગોત્રી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા ભરૂચના 51 વર્ષીય પુરુષનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આમ સ્વાઈન ફ્લૂ થકી વીતેલા દિવસોમાં કુલ ત્રણ મોત જોવા મળ્યા હતા.

વાયરલ ઇન્ફેક્શનના કારણે તેમજ મિશ્ર ઋતુના કારણે મોટાભાગના શહેરીજનોમાં ખાંસી , શરદી , તાવ જેવી બીમારી જોવા મળી રહી છે. ત્યારે અનેક લોકોમાં કોરોનાની અસર પણ જોવા મળી છે ત્યારે અનેક લોકો હવે રેપિડ ટેસ્ટ અને આરટીપીસીઆરટેસ્ટ કરાવતા જોવા મળી રહ્યા છે ત્યારે આજે દિવસ દરમિયાન બે દર્દીઓએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો જે પૈકી એક દર્દી પોઝિટિવ આવ્યો હતો આમ હાલ સમગ્ર શહેરમાં પાંચ દર્દીઓ પોઝિટિવ જોવા મળ્યા હતા તમામ દર્દી આઇસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે જ્યારે કોરોના સાથે સ્વાઇન ફ્લુના કેસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગત અઠવાડિયા દરમિયાન ગોત્રી હોસ્પિટલમાં એક વૃદ્ધા તેમજ આઠ માસની બાળકીનું થકી મોત નીપજ્યું હતું ત્યારે આજે ફરી એકવાર મૂળ ભરૂચના 51 વર્ષીય પુરુષનું ગોત્રી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂ ના કારણે મોત નીપજ્યું હતું.

Most Popular

To Top