Vadodara

દારૂના નશામાં ચૂર પુરુષનો પગ લપસતા કેનાલમાં ખાબકતા મોત

વડોદરા, ૭

ગોરવા વિસ્તારમાં રહેતા દારૂના બંધાણી એવા ૪૫ વર્ષીય પુરુષનો પગ લપસી જતા ગોરવા વિસ્તારમાં આવેલી કેનાલમાં ખાબક્યા હતા જેથી કેનાલમાં વહેણ વધુ હોવાથી તે તણાઈને ભીમપુરા ગામમાં આવેલા કેનાલમાં તેમનો મૃતદેહ મળી આવતા ફાયરબ્રિગેડની ટીમે બહાર કાઢીને ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

મધુનગર , ગોરવા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ તેમના દીકરા અને પત્ની સાથે રહેતા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી દારૂનો નશો કરતા હતા. ગત તા. ૩ માર્ચ નારોજ તેઓ કેનાલ ખાતે દારૂ પી ને ફરી રહ્યા હતા તે દરમ્યાન તેમનો પગ લપસી જતા તેઓ ગોરવા ખાતે આવેલી કેનાલમાં ખાબક્યા હતા. કેનાલમાં વહેણ વધુ હોવાથી તેઓ તણાઈ ગયા હતા. જે બાબતે પરિવારજનોએ શોધખોળ પણ હાથ ધરી હતી. પરંતુ ગત શનિવાર નારોજ તેમનો મૃતદેહ ભીમપુરા ગામ ખાતેથી કેનાલમાં તણાતો જોવા મળતા ગ્રામજનો પણ ભેગા થઇ ગયા હતા. જેથી બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરીને લાશને બહાર કાઢવામાં આવી હતી અને મોતનું કારણ જાણવા માટે તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પરિવારજનોને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Most Popular

To Top