Vadodara

વડોદરાનું સા.પ્રવાહમાં 88.11 ટકા અને વિ.પ્રવાહનું 83.55 ટકા પરિણામ

ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર :

ગુજકેટમાં એ ગ્રુપમાં 695 વિદ્યાર્થી અને બી ગ્રુપમાં 764 વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સનટાઇલ મેળવ્યા :

( પ્રતિનિધિ )વડોદરા,તા.4
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે ધો.12 સામાન્ય , વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વડોદરાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 88.12 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 83.55 ટકા પરિણામ નોંધાયું હતું. વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે સ્કૂલ ખાતે પરિણામ જોવા માટે પહોંચ્યા હતા. જ્યાં ઓનલાઈન પરિણામ નિહાળી સારા માર્ક્સ મેળવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા યોજાયેલી ધો.12 સામાન્ય પ્રવાહ માટે રાજ્યના 535 કેન્દ્રો ઉપર તા. 26 ફેબ્રુઆરીથી તા. 18 માર્ચ દરમિયાન બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં 4,36,572 નિયમિત ઉમેદવારો નોધાયા હતા. જે પૈકી 4,35,102 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 4,03,362 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેવારોનું પરિણામ 92.71 ટકા આવ્યું છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેવારો તરીકે 15,859 ઉમેદવારો નોધાયેલા હતા, તે પૈકી 14,864 ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 9367 ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 63.02 ટકા ટકા પરિણામ નોંધાયું છે.

આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ અંતર્ગત 35,231 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 33,505 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 20,638 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ 61.60 ટકા આવ્યું છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 7,889 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 7,415 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 4,459 ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 60.13 ટકા નોંધાયું હતું.

જ્યારે, વિજ્ઞાનપ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ. 156 કેન્દ્રો ઉપર 1,18,973 પરીક્ષાર્થી નોંધાયા હતા. તે પૈકી 1,18,256 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,11,270 નોંધાયેલ હતા, તે પૈકી 1,11,090 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. તે પૈકી 93,678 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33 ટકા આવ્યું છે.


મુક બધીર રાવપુરા કેન્દ્રનું 100 ટકા પરિણામ :

1.ડભોઇ 81.33 ટકા

2 માંડવી 84.60 ટકા

3.ઇન્દ્રપુરી 88.3 ટકા

4.સયાજીગંજ 86.56 ટકા

5.ફતેગંજ 90.81 ટકા

6.અટલાદરા 87.16 ટકા

7.રાવપુરા 89.79 ટકા

8.સમા 88.6 ટકા

9.માંજલપુર 86.95 ટકા

10.શિનોર 90.21 ટકા

11.પાદરા 92.74 ટકા

12.સાવલી 86.35 ટકા

13.ડેસર 88.31 ટકા

14.પ્રતાપનગર 88.16 ટકા

15.વાઘોડિયા 90.98 ટકા

16.છાણી 91.63 ટકા

17.કરજણ 87.09 ટકા

18.વરણામાં 87.61 ટકા

19. મુકબધિર રાવપુરા 100 ટકા

Most Popular

To Top