Entertainment

હિન્દી ફિલ્મ જગતની પહેલી મહિલા સ્ટંટ બોડી ડબલ: Reshma Pathanની હિંમતભરી સફર

સાથે જ જાણો સુપરસ્ટાર Akshay Kumarના પુત્ર Aarav Kumar ની કમાણી અને પાપારાઝી સામે Karisma Kapoorનો કડક સંદેશ:

હિન્દી ફિલ્મોમાં જોખમી સ્ટંટ દૃશ્યોની વાત આવે ત્યારે સામાન્ય રીતે મુખ્ય કલાકારોની જગ્યાએ બોડી ડબલનો ઉપયોગ થતો રહ્યો છે. શરૂઆતના સમયમાં પુરુષ કલાકારો માટે તો ડુપ્લિકેટ સરળતાથી મળી જતા હતા, પરંતુ મહિલા કલાકારો માટે યોગ્ય સ્ટંટ આર્ટિસ્ટ મળવી મુશ્કેલ હતી. ઘણા વર્ષો સુધી તો મહિલાના સ્ટંટ માટે પુરુષ સ્ટંટમેનને મહિલા વેશમાં કામ કરાવવું પડતું હતું.પરંતુ વર્ષ 1975 પછી આ પરિસ્થિતિ બદલાઈ. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પહેલી વખત એક હિંમતવાન મહિલા સ્ટંટ આર્ટિસ્ટ મળી Reshma Pathan.

રેશમા પઠાણે ફિલ્મ “શોલે” અને “સીતા ઔર ગીતા” જેવી સુપરહિટ ફિલ્મોમાં અભિનેત્રી Hema Malini માટે બોડી ડબલ તરીકે તમામ જોખમી સ્ટંટ દૃશ્યો ભજવ્યા હતા. ત્યારબાદ તેમણે 400થી વધુ હિન્દી ફિલ્મોમાં 1000થી વધુ સ્ટંટ સીન કરી ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી. તેમની બહાદુરીને માન આપી તેમને હિન્દી ફિલ્મ સ્ટંટ આર્ટિસ્ટ એસોસિએશનની પહેલી મહિલા સભ્ય બનવાનો ગૌરવ મળ્યો હતો. “First Stuntwoman” તરીકે ઓળખાતી રેશમા પઠાણના પતિનું નામ શકુર પઠાણ છે.

સુપરસ્ટાર Akshay Kumarનો પુત્ર Aarav Kumar મહિને માત્ર ₹4500 કમાય છે!

આજકાલની નવી પેઢી પોતાના માતા-પિતાની લોકપ્રિયતા પર નિર્ભર રહેવાને બદલે પોતાની ઓળખ જાતે બનાવવા તરફ વધુ ઝુકી રહી છે. તેનો એક ઉત્તમ ઉદાહરણ છે સુપરસ્ટાર Akshay Kumarનો પુત્ર Aarav Kumar.છે, ફિલ્મી પરિવારમાં ઉછર્યા હોવા છતાં આરવને ફિલ્મ જગતમાં કોઈ રસ નથી. આશ્ચર્યની વાત એ છે કે તેઓ માત્ર 15 વર્ષની ઉંમરથી પરિવારથી અલગ રહી સ્વતંત્ર રીતે જીવન સંભાળી રહ્યા છે.

સુપરસ્ટાર Rajesh Khanna અને જાણીતી અભિનેત્રી Dimple Kapadiaના દોહિત્ર હોવા છતાં આરવ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. હાલ તેઓ ફેશન ડિઝાઈનિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તાલીમ દરમિયાન તેમને માસિક માત્ર ₹4500 જેટલું સ્ટાઈપેન્ડ મળે છે. ફેશન અને વિવિધ પ્રિન્ટની સમજ મેળવવા માટે આરવ ગામડાં અને કસબાઓની મુલાકાત લઈ રહ્યા છે. અક્ષયકુમાર પોતે સ્વીકારે છે કે તેમની અને આરવની પસંદગી તથા સ્વભાવમાં ઘણો ફરક છે. ખાસ વાત એ છે કે આરવને ફિલ્મી ચમકધમકથી દૂર રહેવું જ વધુ ગમે છે.

પાપારાઝી સામે Karisma Kapoorનો કડક સંદેશ: “કેમેરા વધુ ઝૂમ ન કરશો”

મુંબઈમાં પાપારાઝી ફોટોગ્રાફર્સ દ્વારા કલાકારોનો સતત પીછો કરવામાં આવે છે. અગાઉ અભિનેત્રી Jaya Bachchan પણ આવી હરકતો સામે વિરોધ નોંધાવી ચૂક્યા છે. હવે આ યાદીમાં અભિનેત્રી Karisma Kapoorનું નામ પણ જોડાયું છે. હાલ
તાજેતરમાં India Best Dancer શોના સેટની બહાર Karisma Kapoor અને Geeta Kapur પાપારાઝીને પોઝ આપી રહ્યા હતા ત્યારે કરિશ્માએ ફોટોગ્રાફર્સને સ્પષ્ટ ચેતવણી આપી કે કેમેરો વધુ ઝૂમ ન કરવો.

તેમણે જણાવ્યું કે કેટલાક ફોટોગ્રાફર્સ વિડિયોગ્રાફી દરમિયાન અભિનેત્રીઓના અંગો પર અનાવશ્યક રીતે વધારે ઝૂમ કરીને શરમજનક રીતે રજૂઆત કરે છે, જે યોગ્ય નથી. હવે આવી હરકતો સામે કલાકારોએ ખુલીને અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે.
સામાન્ય રીતે ફિલ્મ કલાકારો પ્રસિદ્ધિમાં રહેવા ઈચ્છતા હોય છે, પરંતુ પ્રસિદ્ધિના નામે વ્યક્તિગત મર્યાદાનો ભંગ કરવો યોગ્ય નથી. “Enough is enough”ના સિદ્ધાંત સાથે હવે અભિનેત્રીઓ પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે સક્રિય રીતે અવાજ ઉઠાવી રહી છે, જે એક સકારાત્મક સંકેત માનવામાં આવે છે.

Most Popular

To Top