Gujarat

બનાસકાંઠા- મહેસાણા , જ્ઞાતિવાદની રાજનીતિ કરનારી કોંગ્રેસને મતદારોએ નકારી કાઢી છે. – જગદીશ વિશ્વકર્મા

આવનારી 2027 અને 2029ની ચૂંટણીઓમાં પણ ભાજપ ઐતિહાસિક વિજય મેળવશે

ગાંધીનગર,તા.1

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં યોજાયેલા વિજયોત્સવ તથા અભિવાદન સમારોહોમાં હાજર રહી ભાજપના જંગી વિજયને જનતાના વિશ્વાસ અને કાર્યકર્તાઓના પરિશ્રમનું પરિણામ ગણાવ્યું હતું. તેમણે કહયું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ દેશને જાતિ-પ્રાંતવાદથી દૂર રાખીને વિકાસની રાજનીતિ આપી છે, જેના કારણે સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસ રાજ્યના દરેક ખૂણે પહોંચ્યો છે.કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે 31 વર્ષ બાદ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે, જે જનતાનો સ્પષ્ટ સંદેશ છે. જ્ઞાતિવાદની રાજનીતિ કરનારા નેતાઓને મતદાતાઓએ નકારી કાઢ્યા છે.વિશ્વકર્માએ વિજયનો શ્રેય સંગઠન અને કાર્યકર્તાઓને આપતા જણાવ્યું હતું કે રાજ્યના 50 હજારથી વધુ બૂથ અને બનાસકાંઠાના 2025 બૂથ પર કાર્યકર્તાઓએ દિવસ-રાત મહેનત કરી છે. વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ભાજપે છેલ્લા 30 વર્ષમાં મજબૂત આધાર રચ્યો છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજ્યના 50 હજારથી વધુ બૂથ અને બનાસકાંઠાના 2025 બૂથ પર કાર્યકર્તાઓએ અવિરત મહેનત કરીને ભાજપને ઐતિહાસિક જીત અપાવી છે. પીએમ મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ભાજપે છેલ્લા ઘણા વર્ષોમાં મજબૂત સંગઠન ઉભું કર્યું છે, જે જીતનું મુખ્ય કારણ છે.

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે બનાસકાંઠામાં 31 વર્ષ બાદ જિલ્લા પંચાયતમાં ભાજપનો વિજય એ જનતાનો સ્પષ્ટ સંદેશ છે. જ્ઞાતિવાદ અને વિભાજનની રાજનીતિ કરનારા કોંગ્રેસના નેતાઓને મતદાતાઓએ નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ દૃઢ નેતૃત્વ કે વિકાસ માટેનું વિઝન નથી અને પ્રજા હવે આવી રાજનીતિને સ્વીકારતી નથી.

રાજ્યભરના ચૂંટણી પરિણામોમાં ભાજપે પ્રભુત્વ જમાવ્યું છે. 15 મહાનગરપાલિકામાં 100 ટકા જીત સાથે, 84માંથી 76 નગરપાલિકા, 34માંથી 33 જિલ્લા પંચાયત અને 260માંથી 229 તાલુકા પંચાયતમાં ભાજપે વિજય મેળવી કુલ સંસ્થાઓમાં 90 ટકા કરતાં વધુ સ્ટ્રાઈક રેટ નોંધાવ્યો છે. બનાસકાંઠામાં જિલ્લા પંચાયતની 48માંથી 32 બેઠકો સાથે કબજો મેળવ્યો છે, તેમજ પાલનપુર, ડીસા અને 18 વર્ષ બાદ ધાનેરા નગરપાલિકામાં પણ જીત મેળવી છે.

મહેસાણા જિલ્લામાં પણ ભાજપનું પ્રભાવશાળી પ્રદર્શન જોવા મળ્યું છે, જ્યાં કુલ 467માંથી 396 બેઠકો પર વિજય નોંધાયો છે. મહેસામા ખાતે યોજાયેલા સમારોહમાં વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપનો કાર્યકર્તા ક્યારેય નિવૃત્ત થતો નથી અને 365 દિવસ સેવા અને સમર્પણ સાથે જનતાની વચ્ચે રહે છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપે આશરે 52.5 ટકા વોટ શેર સાથે ભવ્ય જીત મેળવી છે, જે વિકાસની રાજનીતિ પ્રત્યે પ્રજાનો વિશ્વાસ દર્શાવે છે. રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિ દરમિયાન ખેડૂતોને આપવામાં આવેલી સહાયનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારી 2027 અને 2029ની ચૂંટણીઓમાં પણ ભાજપ ઐતિહાસિક વિજય નોંધાવશે. તેમણે કહયું હતું કે રાજ્યમાં વિકાસની રાજનીતિ અને જનતાનો અતૂટ વિશ્વાસ ભાજપની સૌથી મોટી શક્તિ છે. “જે રીતે માં અંબાના શિખર પર ધ્વજા અવિરત ફરકે છે, તેવી જ રીતે ગુજરાતમાં ભાજપનો ભગવો સદાય ગૌરવપૂર્વક લહેરાતો રહેશે,” એમ તેમણે અંતમાં જણાવ્યું હતું.

Most Popular

To Top