ગોધરા ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર હતા બંને આરોપી
ગોમા નદી બ્રિજ પર વાહન ચેકિંગ દરમિયાન કાલોલ પોલીસની સફળ કાર્યવાહી
કાલોલ |
કાલોલ પોલીસે જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી દરમિયાન મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ગોધરા શહેરના “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને નાકાબંધી દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા છે.
નાયબ પોલીસ અધિક્ષક કાલોલ વિભાગના નવિન આહિરના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.ડી. ભરવાડ દ્વારા વ્યૂહાત્મક આયોજન કરીને સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેના આધારે એ.એસ.આઈ. અરવિંદભાઈ અને અ.પો.કો. ભરતભાઈને મળેલી બાતમીના આધારે ગોમા નદી બ્રિજ પાસે વાહન ચેકિંગ દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કારરવાઈ દરમિયાન ગોધરા શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપી
મુસા અબ્દુલ લતીફ વાઢેલ, રહે. ઈદગાહ મહોલ્લા, ગોધરા
ઈમરાન ઇલ્યાસ ફૈઝુ ઉર્ફે જાંબુ, રહે. ઈદગાહ મહોલ્લા, ગોધરા
ને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા ટાઉન “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
કાલોલ પોલીસની આ અસરકારક કામગીરીથી નાસતા ફરતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા