Vadodara

GCAS પહેલા રાઉન્ડનું રજિસ્ટ્રેશન પૂર્ણ,સરકારી યુનિ. માટે 2.80 લાખ ચોઇસ

5.50 લાખ બેઠક માટે 2.85 લાખ વિદ્યાર્થીઓએ નોંધાવી પસંદગી :

ખાનગી યુનિવર્સિટીમાં માત્ર 30 હજારની ચોઇસ,એમએસયુમાં 2,4033

( પ્રતિનિધિ )વડોદરા,તા.29

ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ દ્વારા સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે ગત તા.7મીથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જે ગઈકાલે ગુરુવારે રાત્રે 11.59 મિનિટે પૂર્ણ થયા બાદ પ્રવેશ ફાળવણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

રાજ્યની તમામ સરકારી અને કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટી ઓમાં પ્રવેશ માટે કુલ 5.50 લાખ બેઠક માટે રાઉન્ડ-1માં 2.85 લાખ વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ કરી છે. પૈકી 3,21,618 વિદ્યાર્થીઓએ તો બરોબર રજિસ્ટ્રેશન જ કરાવ્યું હતું. ચોઇસ પ્રક્રિયા દરમિયાન 2,92,190 વિદ્યાર્થીઓમાંથી ચોઇસ આપી હતી. જેમાંથી 2,82,770 વિદ્યાર્થીઓએ ફાઇનલ ચોઇસ આપી દીધી છે. સરકારી યુનિવર્સિટીઓમાં સૌથી વધુ ગુજરાત યુનિવર્સિટીની 71 હજારથી વધારે ચોઇસ આવી છે. બીજા ક્રમે નોર્થ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 62 હજારથી વધારે ચોઇસ આપવામાં આવી છે. પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાંથી સૌથી વધુ એલ.જે. યુનિવર્સિટીમાં અને ત્યારબાદ સિલ્વર ઓક યુનિવર્સિટીમાં 45 હજારથી વધારે વિદ્યાર્થીઓએ ચોઇસ આપી છે. આમ, પ્રાઇવેટ માટે માત્ર 30 હજાર વિદ્યાર્થીઓએ ચોઇસ આપી છે. જેમા 15 સરકારી યુનિવર્સિટીઓની અંદાજે 2.50 લાખ વિદ્યાર્થીઓએ ચોઇસ આપી છે. ગુજરાત બહારની 6 કોલેજો એવી છે, જેમાં અન્ય રાજ્યોના 3,60,097 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

સરકારી યુનિ.ઓમાં કેટલી ચોઇસ આપી :

1.ગુજરાત યુનિ.: 71,439

2.દક્ષિણ ગુજરાત યુનિ.: 62,782

3.ઉત્તર ગુજરાત યુનિ.: 39,868

4.સૌરાષ્ટ્ર યુનિ.: 40,965

5.સરદાર પટેલ યુનિ.: 23,217

6.ભાવનગર યુનિ.: 10,536

7.ગુરુ ગોવિંદ યુનિ.: 2,9832

8.એમ.એસ. યુનિ.: 2,4033

9.કચ્છ યુનિ.: 7,678

10.બાબાસાહેબ આંબેડકર યુનિ.: 4,613

11.જૂનાગઢ યુનિ.: 6,609

મહત્વના આંકડા :

1.કુલ બેઠક: 5.50 લાખ

2.રજિસ્ટ્રેશન: 3,21,618 વિદ્યાર્થી

3.ફાઇનલ ચોઇસ: 2,82,770 વિદ્યાર્થી

4.સરકારી યુનિ. ચોઇસ: 2.80 લાખ

5.પ્રાઇવેટ યુનિ. ચોઇસ: માત્ર 30 હજાર

Most Popular

To Top