Vadodara

અકોટામાં આવેલી ધરતી એસોસીએટ્સના ભાગીદારો સાથે રૂ. 4.75 કરોડની છેતરપિંડી : 11 સામે ફરિયાદ

બોગસ દસ્તાવેજ બનાવી ફ્લેટોના ગેરકાયદે વેચાણ કરી નાખ્યાના આક્ષેપ

ભાગીદાર ન હોવા છતાં ખોટી સહી, બોગસ દસ્તાવેજોના આધારે કૌભાંડ આચાર્યુ

વડોદરા તા. 28

વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં રહેતા અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ ધરતી એસોસીએટ્સ નામની ભાગીદારી પેઢી સાથે 4.75 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરાઈ હોવાનો આક્ષેપ કરી શહેરના 11 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ ભેગા મળી ખોટી સહી, બોગસ દસ્તાવેજો અને બનાવટી ઓથોરિટી પત્રોના આધારે ફ્લેટોના ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજો તૈયાર કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
વર્ષ 2019માં વિજયભાઈ ઠક્કર, સચિન શાહ (અગ્રવાલ), ભાવિન ઠક્કર સહિતના ભાગીદારોએ મળીને ધરતી એસોસીએટ્સ નામની ભાગીદારી પેઢીની સ્થાપના કરી હતી. પેઢી વડોદરા શહેર અને જિલ્લામાં જમીન ખરીદી તેને ડેવલોપ કરી વેચાણ કરવાનો વ્યવસાય કરે છે. પેઢીના સંચાલન માટે વિજયભાઈ તથા સચિન શાહને પાવર ઓફ એટર્ની આપવામાં આવી હતી.
નિશીત પંચાલ, જીગર ઠક્કર, જીગ્નેશ રાણપુરા, પ્રકાશ શુક્લ સહિત 11 આરોપીઓએ ધરતી એસોસીએટ્સના ભાગીદાર ન હોવા છતાં ખોટી સહીથી ફર્મના નામના ઓથોરિટી દસ્તાવેજો, સિક્કા અને લેટરપેડ તૈયાર કર્યા હતા. ત્યારબાદ HDFC બેંકની તરસાલી શાખામાં બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી ધરતી રિવેરા પ્રોજેક્ટના ફ્લેટ નં. 202, 402, 501 અને 502ના ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજો તૈયાર કરાયા છે.
આ ઉપરાંત અસ્તિત્વમાં ન હોય તેવા એ/101, એ/102, એ/201, એ/202, એ/402, એ/501 અને એ/502 જેવા ફ્લેટોના પણ બોગસ દસ્તાવેજો ઉભા કરી નોંધણી કરાવાઈ હોવાનું કપાસમાં સામે આવ્યું છે. આ કૌભાંડમાં રૂ.4.75 કરોડથી વધુની મિલ્કતના વ્યવહારોમાં ગેરરીતિ આચરી ભાગીદારી પેઢીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
ભાગીદારી ડીડ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, પાવર ઓફ એટર્ની, બેંક સ્ટેટમેન્ટ, રેરા દસ્તાવેજો અને વેચાણ દસ્તાવેજોની નકલો પોલીસ સમક્ષ પુરાવા રૂપે રજૂ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે 11 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ

(1) નિશીત અશોકચંદ્ર પંચાલ

(2) જીગર ઇન્દ્રવદન ઠક્કર

(3) જીગ્નેશ રમેશભાઈ રાણપુરા

(4) પ્રકાશ બાલચંદ્ર શુક્લ

(5) વર્ષાબેન વિજયકુમાર શેલકે

(6) વિજયકુમાર શેલકે

(7) પુર્વીબેન અનીલકુમાર પટેલ

(8) યશવી મહેશભાઈ પંચાલ

(9) મેઘલ નરેન્દ્રકુમાર ગાંધી

(10) વૈભવી ખારવા

(11) સચિન મનોહર કોઠી

Most Popular

To Top