લદ્દાખ, જે ભારતનું પહાડી રણ છે, તેનું શૌર્ય અને બહાદુરી અનુકરણીય છે. તે વિસ્તારની દૃષ્ટિએ ભારતનો સૌથી મોટો લોકસભા મતવિસ્તાર છે, જેનો સમકાલીન ભારતમાં દેશની રક્ષા માટે યુદ્ધના સમયે અડીખમ ઊભા રહેવાનો સમૃદ્ધ ઇતિહાસ રહ્યો છે અને શાંતિના સમયમાં લદ્દાખનાં લોકો તેમની ગરિમા, ઓળખ, રાજકીય સશક્તિકરણ અને મૂળભૂત અધિકારોના રક્ષણ માટે સતત લડતાં આવ્યાં છે.
વિશાળ અને ઉજ્જડ વિસ્તાર ધરાવતા લદ્દાખમાં આશરે ૩.૫૦ લાખની વસ્તી હોવાને કારણે તેઓ ભલે સંખ્યામાં ઓછાં હોય, પરંતુ હંમેશાં રાષ્ટ્રવાદી રહીને પોતાની ઓળખ, વંશીયતા અને સંસ્કૃતિ માટે લડવાની તેમની ક્ષમતા અદ્ભુત અને અજોડ છે. તેમની આ પ્રતિબદ્ધતા ફરી એક વાર ફળીભૂત થઈ છે. કેન્દ્ર સરકારે પ્રજાના રક્ષણાત્મક અધિકારો અને રાજકીય સશક્તિકરણની માંગને અવગણવા માટે તમામ સરકારી વ્યૂહરચનાઓ અજમાવી જોઈ, પરંતુ અંતે તે લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને આ આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારને તેમની આદિવાસી ઓળખ સુરક્ષિત રાખવા માટે બંધારણની ૬ઠ્ઠી અનુસૂચિ હેઠળ લાવવાની માંગ સિવાયની અન્ય તમામ માંગણીઓ સ્વીકારવા સંમત થયું છે.
દિલ્હીમાં લેહ’ (એબીએલ) અને ‘કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ’ (કેડીએ)ના પ્રતિનિધિઓ સાથે લાંબા સમયના વિલંબ બાદ યોજાયેલી વાટાઘાટોમાં આખરે એક મોટી સફળતા મળી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથેની વાતચીત બાદ નેતાઓ ‘લદ્દાખમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવા અને ‘કલમ ૩૭૧ એ, એફ, અને જીની તર્જ પર બંધારણીય સુરક્ષા’ પૂરી પાડવા અંગે કેન્દ્ર સાથે ‘સૈદ્ધાંતિક સમજૂતી’ પર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ એવી જોગવાઈઓ છે જે નાગાલેન્ડ, સિક્કિમ અને મિઝોરમ જેવાં રાજ્યોને લાગુ પડે છે.
જમ્મુ અને કાશ્મીર, જેમાંથી લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ (યુટી) તરીકે અલગ કરવામાં આવ્યું હતું, તે પણ આ જ માંગ કરી રહ્યું છે, પરંતુ ત્યાં કોઈ ખાસ જનપ્રતિભાવ કે દબાણ જોવા મળતું નથી. જો કે તેમની મુખ્ય માંગ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની છે. લદ્દાખનાં લોકો ફરી એક વાર એટલા માટે સફળ થયા કારણ કે તેઓ સત્તાધીશોના ગુસ્સાની ચિંતા કર્યા વિના એકજૂથ થઈને ઊભા રહ્યા, જે જમ્મુ-કાશ્મીર, ખાસ કરીને જમ્મુ ક્ષેત્રમાં જોવા મળતું નથી, જેણે ક્રમિક ચૂંટણીઓમાં ભાજપને પૂરા દિલથી સમર્થન આપ્યું છે. તેનાથી વિપરીત, જમ્મુ અને કાશ્મીર, ખાસ કરીને જમ્મુ રાજકીય અને સામાજિક રીતે વિભાજિત છે, જેનાથી કેન્દ્રને તેમની લાગણીઓની અવગણના કરવાની તક મળે છે.
આ એવો સંકેત પણ આપે છે કે, લદ્દાખનાં નાગરિક સમાજ જૂથોએ ૬ઠ્ઠી અનુસૂચિના દરજ્જા અને પૂર્ણ રાજ્યની તેમની માંગણીઓમાં થોડી નરમાઈ આણી છે. જો કે, આ ‘સૈદ્ધાંતિક સમજૂતી’ સાથે એક શરત જોડાયેલી છે જેમાં કલમ ૩૭૧ની જોગવાઈઓ લાગુ કરવાનો વાયદો છે, જે અગાઉ લદ્દાખના નેતાઓને સ્વીકાર્ય ન હતી. ભૂતપૂર્વ ભાજપ સાંસદ, જેમણે પાછળથી પક્ષ છોડી દીધો હતો અને લદ્દાખ બૌદ્ધ એસોસીએશનના ભૂતપૂર્વ વડા થુપ્સ્તાન છીવાંગ જેવા નેતાઓનો મત હતો કે આ જોગવાઈનો સ્વીકાર એ માત્ર એક શરૂઆત છે, અંત નથી અને લોકો ભવિષ્યમાં આંદોલન કરવાનો પોતાનો અધિકાર અનામત રાખે છે.
વાટાઘાટો મુજબ, લદ્દાખ પાસે કેન્દ્રશાસિત પ્રદેશ (યુટી) સ્તરની વિધાનસભા દ્વારા ચૂંટાયેલાં પ્રતિનિધિઓને સંપૂર્ણ કાયદાકીય, કારોબારી અને નાણાંકીય સત્તાઓ પ્રાપ્ત થશે. પ્રસ્તાવિત ચૂંટાયેલા વહીવટી વડા (જે મુખ્યમંત્રી હશે) પાસે મુખ્ય સચિવની આગેવાની હેઠળના સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશના અમલદારશાહી પર સીધો વહીવટી અંકુશ રહેશે. કેન્દ્રશાસિત પ્રદેશનું બજેટ ચૂંટાયેલી સંસ્થા દ્વારા સંચાલિત કરવામાં આવશે, જે વર્તમાન વ્યવસ્થાથી તદ્દન અલગ હશે જ્યાં લેફ્ટનન્ટ ગવર્નર સર્વોચ્ચ નિયંત્રક સત્તા ધરાવે છે. લદ્દાખની જમીન, પર્યાવરણ, સંસ્કૃતિ અને નોકરીઓના રક્ષણ માટે કલમ ૩૭૧ હેઠળ વિશેષ જોગવાઈઓ સ્થાપિત કરવામાં આવશે.
આ આંદોલન દરમિયાન જાનહાનિ પણ થઈ હતી અને અગ્રણી પર્યાવરણવાદી/સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની દમનકારી રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (એનએસએ) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને રાજસ્થાનની જેલમાં મોકલી દેવાયા હતા, જ્યાંનું હવામાન તદ્દન ભિન્ન હતું, જે આ આંદોલન માટે એક નિર્ણાયક વળાંક સાબિત થયું. સુપ્રીમ કોર્ટ તેમની અરજી પર અંતિમ નિર્ણય લે તે પહેલાં જ કેન્દ્ર સરકાર દ્વારા અચાનક તેમની એનએસએ હેઠળની અટકાયત પાછી ખેંચી લેવામાં આવી હતી. સ્વાભાવિક રીતે જ, વધી રહેલા જનઆક્રોશ અને દબાણની આ અસર હતી.
નેતાઓનું માનવું છે કે, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા બેઠકમાં પ્રસ્તાવિત કર્યા મુજબ, ‘લદ્દાખમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવી’ અને કલમ ૩૭૧ એ, એફ અને જીની ભાવના હેઠળ બંધારણીય સુરક્ષા પૂરી પાડવી એ એક પ્રગતિશીલ પગલું છે. આ જોગવાઈઓ નાગાલેન્ડ, સિક્કિમ અને મિઝોરમ જેવાં રાજ્યોમાં લાગુ છે. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી છેલ્લાં છ વર્ષથી આ જ માંગણી કરી રહ્યા છે.
આ ‘સૈદ્ધાંતિક’ સમજૂતી બંધારણની ૬ઠ્ઠી અનુસૂચિ હેઠળ સમાવેશ કરવાની અને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ અંગે કોઈ વાત કરવામાં આવી નથી. શું લદ્દાખનાં લોકો (અથવા તેમના પ્રતિનિધિઓ) આ માંગણીઓ છોડી દેવા તૈયાર છે? કદાચ અત્યાર પૂરતા તો હા! એપેક્સ બોડી ઓફ લદ્દાખના સહ-અધ્યક્ષ છેરિંગ દોરજે લાકરુકે જણાવ્યું હતું કે, ‘‘પ્રતિનિધિ શાસન વ્યવસ્થા રાખવા અંગે વ્યાપક સહમતી સધાઈ છે. તેની પાસે કાયદાકીય અને નાણાંકીય સત્તાઓ હશે. અમલદારો મુખ્યમંત્રીની સત્તા હેઠળ કામ કરશે. કલમ ૩૭૧ હેઠળ જમીન, નોકરીઓ અને સંસ્કૃતિનું રક્ષણ કરવામાં આવશે. આગામી બેઠકોમાં વિગતવાર બાબતો નક્કી કરવામાં આવશે.’’
કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (કેડીએ)ના સહ-અધ્યક્ષ સજ્જાદ કારગિલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘‘ચર્ચાઓ હજી પણ ચાલુ છે. અમે રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિના રક્ષણની માંગ કરતા અમારા મુસદ્દા પ્રસ્તાવો રજૂ કર્યા હતા, અને સરકારે હવે કેટલાંક સૂચનો સાથે સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. આગામી બેઠક પૂર્વે સરકાર ઔપચારિક મુસદ્દો લાવે તેવી અપેક્ષા છે.’’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.