Home Articles posted by Anil Anand
કોંગ્રેસ અને ભાગલાખોરી એકબીજાના પર્યાય બની ચૂકયા છે. પક્ષનું મોવડીમંડળ જેમ તેના પર ઢાંકપીછોડો કરવા માંગે છે તેમ તે વધુ બહાર આવે છે અને તે પણ બમણા જોશથી. વૈષ્ણોદેવીની યાત્રાના બહાને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ તાજેતરમાં જમ્મુની મુલાકાત લીધી ત્યારે આ જૂથવાદ ઉછળીને બહાર આવ્યો. પોતાની ભકિત કરતાં શારીરિકક્ષમતા બતાવવા રાહુલે તેર કિલોમીટરની પદયાત્રા […]
કોંગ્રેસમાં પક્ષનાં પ્રમુખ સોનિયા ગાંધીની કામ કરવાની શૈલી સામે પ્રશ્નો ઉઠાવી ૨૩ બળવાખોરોના જૂથે એક વર્ષ પહેલાં મધપૂડા પર પથરો માર્યો હતો. ૨૦૨૦ ના ઓગસ્ટમાં તેમણે સંસ્થાકીય ચૂંટણીઓ સંબંધી પણ અકળાવનારા ઘણા સવાલો ઉઠાવ્યા હતા. તેને પગલે કોંગ્રેસની કારોબારીએ પક્ષના પ્રમુખની ચૂંટણી માટે આયોજન કરવાનું નકકી કર્યું. આ આયોજન હજી ફળીભૂત થવાનું છે અને તે […]
ભારતના ભાગલા ભૂલી જવાનું મુશ્કેલ પણ યાદ કરવાનું ભયંકર હતું એમ જાણીતાં લેખિકા કૃષ્ણા સોબતીએ ઘણા વખત પહેલાં કહ્યું હતું, પણ કાયમ સંબધ્ધ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 14 મી ઓગસ્ટે એટલે કે પાકિસ્તાનના આઝાદી દિને ‘વિભાજન વિભીષિકા દિન’ તરીકે મનાવવાની જાહેરાત કરી પછી તેનું મહત્ત્વ વધે છે. સોબતી જેવી વ્યકિતના અંગત આધારનો […]
મિત્રો અને દુશ્મનો – બંને સામે ‘રાષ્ટ્રવાદ’ના આવરણ હેઠળ કામ ચલાવવાનો ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળની વર્તમાન સરકારનો શોખ લાગે છે. આથી જયારે પ્રતિષ્ઠિત ટાટા જૂથને નિશાન બનાવાયું અને તેને બેસૂરા ‘રાષ્ટ્રવાદ’ના અગ્નિમાં હથોડાથી ચકાસવાની કામગીરી વાણિજય મંત્રી પીયૂષ ગોયલની નીગરાની હેઠળ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ પાસેથી હાથ પર લેવામાં આવી ત્યારે કેટલાકને આશ્ચર્ય
27 મી ફેબ્રુઆરી 2021 થી 31 મી જુલાઇ 2021 વચ્ચે ખાસ કરીને કોંગ્રેસના હવે લગભગ નામશેષ થઇ ગયેલા 23 બળવાખોરોના જૂથના નેતા ગુલામનબી આઝાદ વિશે શું બદલાયું છે! ચૂંટણીઓમાં ઉપરાછાપરી પછડાટ ખાવા છતાં કોંગ્રેસનો હજી જયાં થોડો પણ પ્રભાવ છે તે પોતાના વતન રાજય જમ્મુ-કાશ્મીરમાં તેણે આ બંને દિવસોએ મુલાકાત લીધી હતી પણ આ બે […]
ખૂબ લાંબા ખંચકાટ અને અનિર્ણાયકતા પછી કોંગ્રેસે આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી આવે છે તે બે રાજયો સહિત ત્રણ રાજયોમાં પ્રદેશ પ્રમુખ બદલ્યા. મહાસમિતિ અને પ્રદેશ સ્તરે સૌથી મહત્ત્વની વાત એ છે કે પક્ષના મોવડીમંડળે નવાં લોહીને સ્થાન આપ્યું છે. કોંગ્રેસમાં પેઢીઓનાં પરિવર્તનનો આ પ્રારંભ છે? જૂના જેાગીઓના કિલ્લામાં અનિર્ણાયકતાની અભેદ્ય દીવાલોથી ઘેરાયેલા કોંગ્રેસ પક્ષમાંથી આ […]
૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષની સામે ટકકર લેવા વિપક્ષમાં ઓચિંતુ સમૂહગાન શરૂ થઇ ગયું છે કે કોંગ્રેસ વગર મોદી પરિબળની સામે ટકકર લેવા કોઇ વિપક્ષી એકતા નહીં હોઇ શકે. હા, વિપક્ષી એકતાની ગૂફતગુમાં કોંગ્રેસ કેન્દ્રસ્થાને છે. જોકે વિપક્ષી એકતાની િદલ્હી હજી ઘણી દૂર છે. એ નકકી કરવાનું હજી સરળ […]
‘તમામ ભારતીયોનું ડી.એન.એ. એક જ છે અને તેમને ધર્મના આધારે અલગ નહીં પાડી શકાય તેવું તારણ કાઢવાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસંઘ સંચાલક ડો. મોહન ભાગવત માટે આ તખ્તો બરાબર ગોઠવાયો હતો. તેમણે વધુમાં કહ્યું કે હિંદુઓ કે મુસલમાનોનું કોઇ પણ વર્ચસ્વ ન હોઇ શકે, ભારતીયોનું જ વર્ચસ્વ હોઇ શકે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ યોજીત પુસ્તક વિમોચનનો […]
૨૦૧૪ થી શરૂ થયેલા મોદી યુગના ગુણવત્તાના ચિહ્નમાં પોતાની સરકારે જે કાંઇ પણ કામ હાથ પર લીધાં હોય તેને ભવ્યતાથી અને ફામફોસથી રજૂ કરવાનું રહ્યું છે. પછી તે ગુજરાતમાં સરદાર પટેલની વિરાટ પ્રતિમા હોય કે પ્રધાન મંત્રી ઉજજવલા યોજના હોય કે શૌચાલય યોજના હોય કે ટેકનોલોજીથી અત્યંત સજજ એવી ચૂંટણી સભા હોય. જેવી અગાઉ કયારેય […]
વર્તમાન મડાગાંઠ ઉકેલવા માટે રસ્તો શોધવા માટે જમ્મુ-કાશ્મીર પરત્વે મળેલી સર્વપક્ષી બેઠકમાંથી શું ગાયબ હતું? કેટલાક પત્રકારોએ સર્જેલા અતિશયોકિત છતાં આ બેઠકમાંથી કંઇ ઝાઝો નીપજવાની અપેક્ષા ન હોવાછ તાં પાશેરામાં પહેલી પૂણી જેવી તો હતી અને તે સર્વગ્રાહી અભિગમની શરૂઆત કરાવનાર તો બની રહેવાની અપેક્ષા તો છે જ. અલબત્ત આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરની જ ભાવનાત્મક ગેરહાજરી […]