Vadodara

પુષ્પા’ સ્ટાઇલમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

ટેન્કરમાં ગુફા બનાવી સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વડોદરા, તા.__
વડોદરા શહેરમાં દારૂની હેરાફેરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. SMC (સ્પેશિયલ મોનિટરિંગ સેલ)ની ટીમે ફિલ્મ ‘પુષ્પા’ની સ્ટાઇલમાં ટેન્કરમાં ગુપ્ત ગુફા બનાવી સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, SMCની ટીમને બાતમી મળી હતી કે એક ટેન્કરમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. જેના આધારે ટીમે ટેન્કરનો પીછો કરી તેને દેણા ચોકડી નજીક ઝડપી પાડ્યું હતું. તપાસ દરમિયાન ટેન્કરની અંદર ખાસ રીતે બનાવવામાં આવેલી ગુપ્ત ચેમ્બર (ગુફા) મળી આવી હતી, જેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો મોટો જથ્થો અન્ય સ્થળે પહોંચાડવાનો હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મુદ્દે હરણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના માટે પહોંચાડવામાં આવી રહ્યો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.

Most Popular

To Top