ગાંધીનગર,તા.30
ગુજરાતના ૬૬માં સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા તમામ ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવતા ૨૦૪૭ના ‘વિકસિત ભારત’ માટે ‘વિકસિત ગુજરાત’ બનાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ‘ગ્લોબલ ગેટ-વે ટુ ધી ફ્યુચર’ તરીકે ઉભરી આવ્યું છે.
વિકાસના મુખ્ય અંશો અને સિદ્ધિઓ
રોજગારી અને અર્થતંત્ર : મુખ્યમંત્રીએ ગૌરવપૂર્વક જણાવ્યું કે વાઇબ્રન્ટ સમિટની સફળતાને કારણે ગુજરાત આજે દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય બન્યું છે.
ગ્રીન એનર્જી અને ટેકનોલોજી : રાજ્યની રિન્યુએબલ એનર્જી ક્ષમતા દેશના કુલ હિસ્સાના ૧૫% સુધી પહોંચી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે સાણંદ અને ધોલેરા હબ બની રહ્યા છે, જેમાં બે પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે.
શહેરી અને પ્રાદેશિક વિકાસ : વર્ષ ૨૦૨૫ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવી બજેટમાં ૪૦% નો વધારો કરાયો છે. સુરત માટે સ્પેશિયલ ઇકોનોમિક રિજીયન પ્લાન બાદ હવે ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્ર માટે નવા ૬ રિજનલ માસ્ટર પ્લાન તૈયાર થઈ રહ્યા છે.
સ્પોર્ટ્સ હબ : વડાપ્રધાન અને ગૃહમંત્રીના પ્રયાસોથી ગુજરાતને ‘કોમનવેલ્થ ગેમ્સ’ની યજમાનીની તક મળી છે, જે માટે ઉચ્ચ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે.
ઐતિહાસિક સફર અને ભવિષ્યનું લક્ષ્ય
મુખ્યમંત્રીએ ૧૯૬૦થી અત્યાર સુધીની ગુજરાતની વિકાસયાત્રાને યાદ કરતા કહ્યું હતું કે , જે રાજ્ય પાસે માત્ર રણ, દરિયો અને ડુંગર હતા, તે આજે વીજળી, પાણી અને ગેસ ગ્રીડ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય છે. વીજ ઉત્પાદન ક્ષમતા ૮,૭૫૦ મેગાવોટથી વધીને ૫૩,૦૦૦ મેગાવોટ પર પહોંચ