Business

નીટ પરીક્ષામાં મોટી રાહત: બાયોમેટ્રિક્સ ન થાય તો લેખિત બાંયધરીથી પરીક્ષા આપવા મળશે મંજૂરી

નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો મહત્વપૂર્ણ નિર્ણય, હજારો વિદ્યાર્થીઓને રાહત
અગાઉ બાયોમેટ્રિક્સ સમસ્યાથી અનેક વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહેતા હતા
વડોદરા | તા. 2 મે
National Testing Agency દ્વારા નીટ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જો કોઈ વિદ્યાર્થીનું બાયોમેટ્રિક્સ વેરિફિકેશન ન થાય તો સ્થળ પર લેખિત બાંયધરીના આધારે તેને પરીક્ષા આપવા મંજૂરી આપવામાં આવશે.
મેડિકલ પ્રવેશ માટે લેવામાં આવતી NEET પરીક્ષા દરમિયાન બાયોમેટ્રિક્સ પ્રક્રિયામાં ટેકનિકલ ખામી અથવા આંગળીઓના છાપ મેળવવામાં મુશ્કેલી સર્જાતા અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહેતા હતા. અગાઉના વર્ષોમાં આશરે 22 હજાર જેટલા વિદ્યાર્થીઓ આવી પરિસ્થિતિનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું.
પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે બાયોમેટ્રિક્સ પ્રક્રિયા ફરજિયાત રાખવામાં આવે છે, પરંતુ હવે વિદ્યાર્થીઓને અનાવશ્યક મુશ્કેલી ન પડે તે માટે આ મહત્વપૂર્ણ રાહત આપવામાં આવી છે. સ્થળ પર લેખિત બાંયધરી આપ્યા બાદ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.
ઉલ્લેખનીય છે કે બીજી તરફ National Medical Commission દ્વારા 2 અને 3 મે દરમિયાન મેડિકલ વિદ્યાર્થીઓને કેમ્પસ બહાર ન જવા દેવા અંગેના પરિપત્રને લઈને પણ વિવાદ ઊભો થયો છે. વિદ્યાર્થીઓએ આ નિર્ણયને અન્યાયી ગણાવી વિરોધ નોંધાવ્યો છે.

Most Popular

To Top