7 દિવસમાં કાર્યવાહી પૂર્ણ કરવાની તાકીદ
દાહોદ ,: શહેરમાં બિલ્ડિંગ યુટિલાઇઝેશન (BU) પરમિશન વગર ચાલી રહેલી હાઈરાઈઝ બિલ્ડિંગ સામે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. સ્ટેશન વિસ્તારમાં જીએલકે ટાવર ખાતે 29થી વધુ મિલકતધારકોને નગરપાલિકા દ્વારા સગમટે નોટિસ ફટકારવામાં આવી છે.
પાલિકા તંત્ર દ્વારા સંબંધિત મિલકતધારકોને જરૂરી BU પરમિશન મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. સાથે જ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યવાહી પૂર્ણ નહીં થાય તો આગામી 7 દિવસ બાદ બિલ્ડિંગમાં આવેલી તમામ મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં BU પરમિશન વગર ચાલતા બાંધકામો સામે કડક સંદેશ ગયો છે.
રિપોર્ટર: વિનોદ પંચાલ