Karjan

કરજણ ડી-માર્ટ વેરહાઉસમાં કામદારોનો ઉગ્ર વિરોધ: વેતન મુદ્દે હડતાળ યથાવત, કંપનીએ રાતોરાત તાળા મારતાં રોષ

વેતન વધારાની માંગ સાથે કામદારોનું આંદોલન, રાજકીય સમર્થન પણ મળ્યું
કરજણ:;કરજણના બામણગામ સ્થિત D-Mart ના હોરીઝોન વેરહાઉસમાં કામદારો દ્વારા શરૂ કરાયેલી હડતાળ આજે પણ યથાવત રહી છે. સરકારે નિર્ધારિત કરેલા નવા વેતનની માંગ સાથે શરૂ થયેલા આ આંદોલનને કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલે ખુલ્લું સમર્થન આપતાં મુદ્દાને વધુ ગતિ મળી છે. ગઈકાલે પિન્ટુભાઈ પટેલે મેનેજમેન્ટ સાથે સીધી ચર્ચા કરતાં કંપનીએ કામદારોની માંગણીઓ પર વિચાર કરવા માટે ૧૫ દિવસનો સમય માંગ્યો હતો, જેના કારણે કામદારોમાં સમાધાનની આશા જાગી હતી.

આજે સવારે કામદારો કામ પર પહોંચ્યા ત્યારે વેરહાઉસને તાળા મારેલા જોવા મળ્યા હતા અને પ્રવેશદ્વાર પર બાઉન્સરો ગોઠવવામાં આવ્યા હતા. સાથે જ અંદર રહેલા વાહનોને પણ બહાર કાઢી મૂકવામાં આવ્યા હોવાનું કામદારોનો આક્ષેપ છે. આ ઘટનાથી કામદારોમાં ભારે રોષ અને હતાશા ફેલાઈ છે.
કામદારોના જણાવ્યા મુજબ એક તરફ ચર્ચા માટે સમય માંગવામાં આવ્યો અને બીજી તરફ અચાનક વેરહાઉસ બંધ કરવાના પગલાં લેવાતા વિશ્વાસઘાત જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાએ કામદારોની આજીવિકા અને ભવિષ્ય અંગે ચિંતા ઊભી કરી છે. હવે કામદારો સરકાર અને સંબંધિત સત્તાવાળાઓના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે, જેથી તેમને ન્યાય મળી શકે.

રિપોર્ટર: મુકેશ અઠોરા

Most Popular

To Top