Gujarat

રાજ્યમાં ગરમી હજુ વધશે, પારો 42 ડિગ્રી સુધી જવાની સંભાવના

ગાંધીનગર: આજે તા.6ઠ્ઠી એપ્રિલથી રાજયમાં ગરમી વધવાની સંભાવના છે. ખાસ કરીને આગામી સપ્તાહે ગરમીનો પારો 42 ડિગ્રીને ટચ થઈ જાય તેવી વકી રહેલી છે. જો કે તા.11 અને 12મી એપ્રિલ દરમ્યાન રાજયમાં ખાસ કરીને બનાસકાંઠા , સાબરકાંઠા , અરવલ્લી , મહીસાગર , દાહોદ , નર્મદા અને છોટા ઉદેપુરમાં માવઠુ તવાની સંભાવના રહેલી છે.

દરમિયાન ગઈકાલે તા. 5 એપ્રિલે દિવસ દરમ્યાન રાજયમાં ગરમીનો પારો ઉચે ગયો હતો. રાજકોટ શહેરમાં લોકસભાની ચૂંટણીના ગરમાટા વચ્ચે ગરમીનો પારો 39 ડિગ્રી ગરમી નોંધાવવા પામી હતી.

અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 36 ડિ.સે., ડીસામાં 33 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિ.સે., વડોદરામાં 37 ડિ.સે., સુરતમાં 37 ડિ.સે., વલસાડમાં 36 ડિ.સે., દમણમાં 35 ડિ.સે., ભૂજમાં 33 ( 4 ડિગ્રીનો ઘટાડો ) ડિ.સે.,નલિયામાં 31 ( 2 ડિગ્રીનો ઘટાડો ) ડિ.સે., કંડલા પોર્ટ પર 31 ડિ.સે 2 ડિગ્રીનો ઘટાડો., કંડલા એરપોર્ટ પર 35 ડિ.સે., અમરેલીમાં 38 ડિ.સે., ભાવનગરમાં 37 ડિ.સે.,રાજકોટમાં 39 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 38 ડિ.સે., મહુવામાં 38 અને કેશોદમાં 37 ( 2 ડિગ્રીનો વધારો ) ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.

Most Popular

To Top