Dakshin Gujarat Main

રૂપાલા વિરુદ્ધ પોસ્ટર વોર: ઝઘડિયાના લીભેટ અને વાલિયાના કરા ગામમાં ભાજપને નો એન્ટ્રી

ભરૂચ(Bharuch): રાજપૂત (Rajput) સમાજની મહિલાઓ માટે અપમાનજનક નિવેદન કરનાર ભાજપના (BJP) રાજકોટ (Rajkot) લોકસભા (Loksabha) બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા (Parsottam Rupala) સામે ગામે ગામ વિરોધ શરૂ થયો છે. પરસોત્તમ રુપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી ભાજપના કોઈ નેતાને પ્રવેશ નહીં આપવામાં આવે તેવા પોસ્ટર યુદ્ધ ભરૂચ જિલ્લામાં ઝઘડીયા (Zagdiya) અને વાલિયા (Valiya) તાલુકામાં બે દરબારોના ગામોમાં લાગ્યા છે.

  • રૂપાલાની ટીકીટ રદ્દ ન થાય ત્યાં સુધી ઝઘડિયાના લીભેટ અને વાલિયાના કરા ગામમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધી

ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાના લીભેટ અને વાલિયા તાલુકાના કરા ગામે રાજપૂત સમાજે પરસોત્તમ રૂપાલાને ટીકીટ રદ્દ નહિ કરે તો ભાજપના આગેવાનો કે કાર્યકરો માટે પ્રવેશબંધીના બેનરો લગાડી દેતા ચળવળનું નવું હથિયાર હાથ લાગ્યું છે. અગાઉ પણ વાલિયા તાલુકાના લુણા ગામે પ્રવેશબંધીનું પોસ્ટર વોરનો આરંભ કર્યો હતો..

ત્યારબાદ ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાના લીભેટ ગામે અને વાલિયા તાલુકાના કરા ગામે રાજપૂત સમાજે રૂપાલાના વિરોધમાં BJP આગેવાન કાર્યકરોએ પ્રવેશબંધી ફરમાવી દેતું પોસ્ટર લાગ્યું છે. રાજપૂત સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવામાં આવે. જો આમ ન થાય તો આ બંને ગામમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ ગામના રાજપૂત સમાજના અગ્રણીઓ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે રૂપાલાએ સમાજને લાંછનરૂપ શબ્દો વાપરતા એ માફીને પાત્ર નથી. જો રૂપાલાને બદલે નહિ તો અમે વિરોધ કરીશું એવો રણટંકાર કર્યો છે.

ગોપાલપુરા ગામમાં અગાઉથી જ પ્રવેશબંધી લાગુ કરાઈ છે
નર્મદા (Narmada) જિલ્લામાં ગોપાલપુરા (Gopalpura) ગામે રાજપૂત (Rajput) સમાજે પરસોત્તમ રૂપાલાને (Parshottam Rupala) ટીકીટ રદ્દ નહિ કરે તો ભાજપના (BJP) આગેવાનો કે કાર્યકરો માટે પ્રવેશબંધીના (No Entry) બેનરો લગાડી દેતા ભારે ઉકળતો ચરુ જોવા મળ્યો છે. નર્મદા (Narmada) જિલ્લામાં દરબારોના ગામડાંઓમાં રૂપાલાની વાણી વિલાસ સામે ભારે વિરોધ પ્રગટ થયો છે.

નર્મદા જિલ્લામાં ગોપાલપુરા ગામે રાજપૂત સમાજે રૂપાલાના વિરોધમાં BJP આગેવાન કાર્યકરોએ પ્રવેશબંધી ફરમાવી દેતું પોસ્ટર લાગ્યું છે. રાજપૂત સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવામાં આવે. જો આમ ન થાય તો ગોપાલપુરા ગામમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ખભા પર ખેસ પહેરીને આવનાર સામે પ્રતિબંધ ફરમાવ્યો છે.

Most Popular

To Top