Madhya Gujarat

છોટાઉદેપુરમાં ઉમેદવારે સંગઠનના નેતાને રૂમમાં પૂરી માર માર્યો?

સંગઠનના નેતા ચૂંટણી પ્રચારમાં રસ લેતા નહિ હોવાથી ઉમેદવાર વિફર્યા, મારની અસરથી સંગઠન દોડતું થઈ ગયું..

છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં હવે લોકસભાની ચૂંટણીનો પૂરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજકીય પક્ષો દ્વારા સંગઠનની મીટીંગો થઈ રહી છે. છોટાઉદેપુરમાં ઉમેદવાર જાહેર થઈ ગયા બાદ સંગઠનની કામગીરી નબળી હોવાની ચર્ચા દરમિયાન ઉમેદવારે સંગઠનના નેતાને માર માર્યો હોવાની વાતો સમગ્ર છોટાઉદેપુર પંથકના વહેતી થઈ છે. આ માર ખાનાર નેતા કોણ છે તે બાબતે પ્રજામાં અને પ્રશ્નો ઉઠી રહ્યા છે અને તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે.

છોટાઉદેપુર બેઠક માટે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો નક્કી કરી દેવામાં આવ્યા છે . અપક્ષ ઉમેદવારી કોણ નોંધાવશે તે હજુ જાણવામાં આવતું નથી. છોટાઉદેપુર બેઠક ઉપર લોકસભાની ચૂંટણીમાં ખરા-ખરીનો જંગ જામવાનો હોય ત્યારે રાજકીય પાર્ટીમાં આંતરિક વિખવાદ અને વિવાદ તથા મનદુઃખ અને નિરાશા જેવી ઘણી બધી ગંધ પ્રજા સમક્ષ આવી રહી છે. છોટાઉદેપુર બેઠક ઉપર છેલ્લા ત્રણ ચાર દિવસથી એક ચર્ચા જોર પકડું છે કે ઉમેદવારની જાહેરાત થઈ ત્યારથી અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે. સંગઠન ની તાકાત દરેક પાર્ટી માટે અત્યંત જરૂરી હોય છે પરંતુ સંગઠન સુશ્રુપ્ત અવસ્થામાં હોય એને મજબૂત કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સંગઠન સક્રિય થયું નહોતું. આ દરમિયાન એક પાર્ટીના ઉમેદવાર અને સંગઠનના નેતા એકાંતવાળી જગ્યા ઉપર ભેગા થયા હતા. સાથે સંગઠન નેતાના એક રાઈટ હેન્ડ ગણાતા યુવા નેતા પણ હાજર હતા. ખાનગી બેઠક શરૂ થતાં પહેલાં રૂમમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓમાંથી યુવા નેતાને બહાર મોકલી દેવામાં આવ્યા હતા અને રૂમનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ એ ઉમેદવારે બંધ દરવાજે સંગઠનના નેતાને માર માર્યો હોવાની અને ઝૂડી નાખ્યા હોવાની ચર્ચાઓએ ઝોર પકડ્યું છે . જ્યારે બહાર ઊભેલા યુવા નેતાની હાલત પણ કફોડી બની હતી.

સમગ્ર મામલો સંગઠન અને મજબૂત કરવા માટે જીભાજોડી થઈ હોય તેવું ચર્ચાઇ રહ્યું છે. સાથે સાથે આ બાબતે ઘણા રાજકીય પાર્ટીના નેતાઓના ફોન પણ બંધ આવતા હતા અને ઘણાને પૂછતા કશું જાણતા ન હોય તેમ અમને કશી ખબર નથી અને આ બાબતે આમાં કંઈ જાણતા નથી એવા જવાબો મળ્યા હતા. જ્યારે માર ખાનાર નેતા એ હદ સુધી ડરી ગયા હતા કે તાત્કાલિક મિટિંગો બોલાવી કાર્યકર્તાઓને જવાબદારી સોંપી દેવામાં આવી હતી. જ્યારે આવનારી ચૂંટણીના જંગમાં ગઠબંધન અને સંગઠનમાં આ બાબતે થતા વિવાદોની ચર્ચાની અસરો મતદારો ઉપર સીધી થશે તેમ ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top