Entertainment

રશ્મિકાના જન્મદિવસ પર ચાહકોને મળી ભેટ, ‘પુષ્પા 2: ધ રૂલ’ની શ્રીવલ્લીનો ફર્સ્ટ લુક જાહેર

મુંબઇ: અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandana) આજે પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર રશ્મિકાએ ચાહકોને ભેટ આપી છે. પુષ્પા 2: ધ રૂલના (Pushpa 2: The Rule) નિર્માતાઓએ ફિલ્મમાંથી રશ્મિકાના ફર્સ્ટ લુકને રિલીઝ કર્યો છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. રશ્મિકા પુષ્પા 2: ધ રૂલમાં શ્રીવલ્લીની (Srivalli) ભૂમિકામાં જોવા મળશે.

પુષ્પા 2 ના સત્તાવાર X હેન્ડલ પરથી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતાં નિર્માતાઓએ લખ્યું, શ્રીવલ્લી ઉર્ફે રશ્મિકાને જન્મદિવસની શુભેચ્છા. પુષ્પા 2: ધ રૂલનું ટીઝર 8 એપ્રિલે રિલીઝ થશે. તેમજ આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે.

‘પુષ્પા 2: ધ રૂલ’ 2024ની મોસ્ટ વેઇટેડ ફિલ્મોમાંથી એક છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના ફરી એકવાર આ ફિલ્મથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. ઘણા સમયથી લોકો ‘પુષ્પા 2’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. ‘પુષ્પા 2’ના નિર્માતાઓએ 8મી એપ્રિલે અલ્લુ અર્જુનના જન્મદિવસે ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ કરવાની જાહેરાત કરી હતી.

પરંતુ અલ્લુના જન્મદિવસ અને પુષ્પા 2ના ટીઝર પહેલાં જ શ્રીવલ્લીના ચાહકોને નેશનલ ક્રશ રશ્મિકા મંદન્નાના જન્મદિવસે સરપ્રાઈઝ મળી ગયું હતું. જેમાં ‘પુષ્પા 2’નો રશ્મિકા મંદાન્નાના ફર્સ્ટ લુકને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં શ્રીવલ્લી ખૂબ જ જુસ્સામાં જોવા મળી રહી છે. તેમજ શ્રીવલ્લીનો આ બહાદુરી ભર્યો લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

પુષ્પા 2ની શ્રીવલ્લીનો નવો લુક
‘પુષ્પા 2’ના આ પોસ્ટરમાં રશ્મિકા શ્રીવલ્લીના પાત્રમાં ખૂબ જ દમદાર લુકમાં દેખાઈ રહી છે. રશ્મિકા મંદન્ના લીલા રંગની સાડી, માથે સિંદૂર અને હાથમાં લીલી-લાલ બંગડીઓ પહેરેલી જોવા મળે છે. અભિનેત્રી કમરબંધ, નાકની જળ અને ગળામાં મંગળસૂત્ર અને નેકલેસ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ લાલ બિંદી, આંખોમાં કાજલ, ન્યુડ લિપસ્ટિક અને બાંધેલા અંબોળા સાથે આ લુક પૂરો કર્યો છે.

ફિલ્મમાં રશ્મિકા મંદાના-અલ્લુ અર્જુનનો ધમાકો
‘પુષ્પા 2’ના આ પોસ્ટર સાથે ફિલ્મના ટીઝર રિલીઝની ફરી એકવાર જાહેરાત કરવામાં આવી છે, જે 8મી એપ્રિલે રિલીઝ થશે. અગાઉ, નિર્માતાઓએ ‘પુષ્પા 2’ની OTT રિલીઝની પણ જાહેરાત કરી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ઓટીટી પ્લેટફોર્મે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. તેમજ ટૂંક સમયમાં ‘પુષ્પા 2’ નેટફ્લિક્સ પર હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં ઉપલબ્ધ થશે.

Most Popular

To Top