Business

હવે ATM કાર્ડ રાખવાની જરૂર નથી, UPI થી મશીનમાં રોકડ જમા કરી શકાશે

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ નાણાકીય વર્ષ 2025ની પ્રથમ નાણાંકીય નીતિની (Financila Polycy) બેઠકમાં UPIને લઈને મોટી જાહેરાત કરી છે. જો તમે UPI નો ઉપયોગ કરો છો તો તમારા માટે એક મોટી સુવિધા શરૂ થવા જઈ રહી છે. આ સર્વિસ હેઠળ ટૂંક સમયમાં UPI મારફતે બેંક ખાતામાં (Bank Account) રોકડ જમા (Cash Deposit) કરાવી શકાશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે (ShaktiKant Das) કહ્યું કે ટૂંક સમયમાં મશીનનો ઉપયોગ UPI દ્વારા રોકડ જમા કરવા માટે થઈ શકશે. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આ સેવા લોકોને મોટી સુવિધા પૂરી પાડશે. તમારે રોકડ જમા કરાવવા માટે બેંકમાં જવું પડશે નહીં.

ઉપરાંત જો બેંક તમારાથી દૂર છે તો તમે UPI દ્વારા રોકડ જમા કરી શકશો. આ ઉપરાંત PPI (પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ) કાર્ડધારકોને ચુકવણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. આ લોકોને થર્ડ પાર્ટી યુપીઆઈ એપ્સ દ્વારા યુપીઆઈ પેમેન્ટ કરવાની સુવિધા આપવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

કાર્ડ રાખવાની જરૂર નથી
UPI દ્વારા રોકડ જમા કરવાની સુવિધા ઉપલબ્ધ થયા બાદ કાર્ડને ખિસ્સામાં રાખવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ સાથે એટીએમ કાર્ડ રાખવા, ખોવાઈ જવા કે મેળવવાની સમસ્યા પણ દૂર થઈ જશે. ઉપરાંત જો તમારું એટીએમ કાર્ડ ચોરાઈ જાય તો પણ તે બ્લોક થયા પછી પણ તમને રોકડ જમા કરાવવામાં સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
અત્યાર સુધી ડેબિટ કાર્ડનો ઉપયોગ રોકડ જમા કરવા અથવા ઉપાડવા માટે થતો હતો પરંતુ જ્યારે UPIની નવી સુવિધા શરૂ થશે ત્યારે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે. બહુ જલ્દી આરબીઆઈ એટીએમ મશીનો પર યુપીઆઈની આ નવી સુવિધા શરૂ કરશે. ત્યાર બાદ થર્ડ પાર્ટી ઓનલાઈન પેમેન્ટ એપનો ઉપયોગ કરીને ATM મશીનમાંથી UPI દ્વારા રોકડ જમા કરાવી શકાશે.

રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે નાણાકીય વર્ષ 2025ની પ્રથમ આરબીઆઈની નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકે સતત 7મી મોનેટરી પોલિસી (RBI મોનેટરી પોલિસી) મીટિંગમાં રેપો રેટને 6.50 ટકા પર સ્થિર રાખ્યો છે

Most Popular

To Top