National

‘એમને ડર છે કે રામનું નામ લેવામાં આવશે તો રામ-રામ થઇ જશે…’, રાજસ્થાનમાં પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

રાજસ્થાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે તારિખ 5 એપ્રિલના રોજ શુક્રવારે ફરી એકવાર રાજસ્થાન (Rajasthan) પહોંચ્યા હતા અને ચુરુ જિલ્લામાં જનસભાને સંબોધિત કરી હતી. અહીં પીએમ મોદીએ કોંગ્રેસના (Congress) ઘોષણાપત્ર ઉપર કટાક્ષ કર્યો હતો. તેમજ કેન્દ્ર સરકારની (Central Govt) યોજનાઓની ગણના કરી હતી.

પીએમ મોદીએ કહ્યું, ભાજપ જે કહે છે તે પૂરુ કરે છે. અન્ય પક્ષોની જેમ મેનિફેસ્ટો બહાર પાડતા નથી. અમે ઠરાવ પત્ર લઈને આવ્યા છીએ. અમે 2019 માં એક રિઝોલ્યુશન લેટર લઈને આવ્યા હતા. જેમાંથી મોટાભાગના રિઝોલ્યુશન પૂર્ણ થઈ ગયા છે. અમે અમારા તમામ વચનો પૂરા કરવા સખત મહેનત કરીએ છીએ.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે તે ભગવાન રામના પુરાવા માંગતા હતા. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. કોંગ્રેસે એડવાઈઝરી જારી કરી છે કે જો અયોધ્યા અને રામમંદિરના નામનો ઉલ્લેખ કરવામાં આવે તો તમારા મોં પર તાળા મારી દેજો. તેમને ડર છે કે જો રામનું નામ આવશે તો તેઓના રામ-રામ ન થઇ જાય.

કોંગ્રેસે હંમેશા રાષ્ટ્રહિત કરતાં તુષ્ટિકરણને વધુ પ્રાધાન્ય આપ્યું છે. આ તે લોકો છે જેઓ કોર્ટમાં ગયા અને કહ્યું કે ભગવાન શ્રી રામ કાલ્પનિક છે. થોડા મહિના પહેલા જ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સપનું પૂરું થયું. આખો દેશ પ્રાણ પ્રતિષ્ઠા ઉજવી રહ્યો હતો. પરંતુ કોંગ્રેસ પાર્ટી ખુલ્લેઆમ અમારી આસ્થાનું અપમાન કરી રહી હતી.

આ સાથે જ વડાપ્રધાને કોગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે આજે સમગ્ર દેશ ‘વિકસિત ભારત’ના મિશન પર કામ કરી રહ્યો છે. ‘વિકસિત ભારત’ મિશનમાં રાજસ્થાનની મોટી ભૂમિકા છે. રાજસ્થાનનો વિકાસ થશે ત્યારે સમગ્ર દેશનો વિકાસ થશે. તેમણે કહ્યું, મને ખુશી છે કે અમારી સરકારે ફૂટપાથ પર રહેતા કરોડો લોકોને કાયમી મકાનો આપ્યા છે. તેમજ આ મકાનો માતાઓ, બહેનો અને પુત્રીઓના નામે છે.

પહેલા સરકારમાં બેઠેલા લોકો અને તેમના પક્ષના લોકો ગરીબોના નામે પૈસા ખાતા હતા. પરંતુ હવે પૈસા સીધા ગરીબોના ખાતામાં જઈ રહ્યા છે. હવે ગરીબોને પણ કાયમી મકાનો મળવા લાગ્યા છે. જરૂરી સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી રહી છે. જલજીવન મિશન યોજના હેઠળ રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 50 લાખ ઘરોને પીવાના પાણીના કનેક્શન આપવામાં આવ્યા છે. કોંગ્રેસ સરકાર આ યોજનામાં પણ ભ્રષ્ટાચારની તકો શોધી રહી હતી.

Most Popular

To Top