Vadodara

વડોદરામાં ઉનાળાની શરૂઆત સાથે જ રોડ ઉપરનો ડામર ઓગળ્યો 

  • સયાજીગંજ વિસ્તારમાં પારસી અગિયારી પાસે નવા બનાવાયેલ રોડનો ડામર પીગળી ગયો 
  • રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકોને હાલાકી 

ઉનાળામાં રોડ ઉપરનો ડામર ઓગાળી જવાની ઘટના નવીસુની નથી. વડોદરા શહેરમાં પ્રતિ વર્ષ ઉનાળા દરમિયાન અનેક માર્ગના ડામર ઓગળી જતા હોય છે અને તે કોન્ટ્રાક્ટર દ્વારા કરેલા કામની ચડી ખાય છે પરંતુ હાલમાં જયારે ઉનાળાની બળબળતી શરૂઆત નથી થઇ તેમાં પણ એક નવા બનાવાયેલા રોડનો ડામર ઓગળી ગયો હોવાનું સામે આવ્યું છે. 

શહેરના સયાજીગંજ વિસ્તારમાં પારસી અગિયારી જવાના માર્ગ ઉપર નવું કાર્પેટિંગ કરવામાં આવ્યું છે. જો કે થોડા મહિનાઓ પહેલા જ કરાયેલ આ કાર્પેટિંગ કેટલી હલકી ગુણવત્તાનું હતું તે હાલમાં જ માલુમ પડી ગયું છે. હાલમાં જયારે તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચ્યો છે ત્યારે તેના ઉપરનો ડામર પીગળી ગયો હતો. ડામર ઓગાળી જતા વાહનચાલકોએ આવવા જવાની ભારે તકલીફ ઉભી થઇ હતી અને વાહનોના ટાયર ચોંટી જતા હતા તો પગપાળા જતા લોકોએ પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો તેઓના બુટ – ચપ્પલ પણ ડામરમાં ચોંટી જાય તેવી સ્થિતિ હતી. ત્યારે રોડ બનાવ્યા બાદ પાલિકા દ્વારા તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તે જરૂરી છે. 

Most Popular

To Top