National

AAP સાંસદ સંજય સિંહનો ચોંકાવનારો દાવો, કહ્યું- ભાજપે કર્યું દારૂનું કૌભાંડ…

નવી દિલ્હીઃ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં (Delhi liquor scam case) આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) નેતા સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. ત્યારે આજે પ્રેસ કોન્ફરન્સમાં (Press conference) તેમણે ચોંકાવનારા દાવાઓ કર્યા હતા. સંજય સિંહે કહ્યું કે દારૂનું કૌભાંડ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે અને આ કૌભાંડમાં તેના ટોચના નેતાઓ તેમાં સામેલ છે.

સંજય સિંહે કહ્યું કે કેજરીવાલની ષડયંત્ર રચીને ધરપકડ કરવામાં આવી છે. દબાણ કરીને કેજરીવાલ વિરુદ્ધ નિવેદન મેળવ્યું છે. આ કેજરીવાલની ધરપકડ એક ઊંડું કાવતરું છે. તેમણે કહ્યું કે કેજરીવાલ પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે. જેના કોઈ પુરાવા નથી. જ્યારે સંજય સિંહને દારૂ કૌભાંડમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલના રાજીનામા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ભાજપના નેતા અજય મિશ્રા ટેનીને ટાંકીને કહ્યું કે ખેડૂતોને કચડી નાખવામાં આવ્યા ત્યારે અજય મિશ્રા ટેનીએ રાજીનામું કેમ ન આપ્યું?

સંજય સિંહે ગંભીર આક્ષેપો કર્યા હતા
સંજય સિંહે કહ્યું કે આ દારૂનું કૌભાંડ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં કોઈ નાની વ્યક્તિ નહીં પરંતુ ભાજપની ટોચની નેતાગીરી સામેલ છે. અગાઉ આપ નેતા મગુંતા રેડ્ડીએ 3 નિવેદન આપ્યા હતા. ત્યાર બાદ આપ નેતા રાઘવ મગુંટાએ પણ 7 નિવેદન આપ્યા. જ્યારે બંનેની વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે સંજય સિંહે કહ્યું કે તેઓ કેજરીવાલને મળ્યા હતા અને ટ્રસ્ટની જમીન અંગે ચર્ચા કરી હતી. જે બાદ રાઘવના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી.

સંજયે કહ્યું કે રાઘવ પાસેથી 5 મહિનામાં 7 સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. તેમજ તેમણે 6 નિવેદનમાં કેજરીવાલ વિરુદ્ધ કંઈ કહ્યું ન હતું. પરંતુ જેલમાં 5 મહિના વિતાવ્યા બાદ તેઓ બદલાય ગયા અને 7 માં નિવેદનમાં તેઓ તૂટી ગયા હતા. કેજરીવાલ વિરુદ્ધ ન હોય તેવા નિવેદન અંગે EDએ કહ્યું કે તેના પર ભરોસો કરી શકાય તેમ નથી.

એલજી પર પણ આક્ષેપો કરવામાં આવ્યા
સંજય સિંહે કહ્યું કે એલજી સાહેબ કેવી રીતે કામ કરે છે તે બધા જાણે છે. તેઓ ઉપરથી ઓર્ડર લઈને કામ કરે છે. શરદ રેડ્ડીના કેસમાં એલજીએ કેમ પત્ર ન લખ્યો? આખી ભાજપ માથાથી પગ સુધી દારૂના કૌભાંડમાં ડૂબેલી છે. સંજય સિંહે ભગત સિંહ સાથેના કેજરીવાલના ફોટો પર પણ નિવેદન આપ્યું હતું.

Most Popular

To Top