Gujarat

ભાજપના નેતાઓએ મુખ્યમંત્રીને પત્ર મોકલી ચેતવણી આપતા ખળભળાટ મચી ગયો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક ચીમકીભર્યો પત્ર મળ્યો છે. (Gujarat CM Bhupendra Patel) આ પત્ર તેમના જ પક્ષ ભાજપના નેતાઓએ મોકલ્યો છે. આ પત્ર વાંચ્યા બાદ મુખ્યમંત્રી પણ ચોંકી ગયા છે. પત્રમાં એવી ચીમકી ઉચ્ચારાઈ છે કે જો તમે ગઢડા (Ghadhda) આવ્યા તો વિધાનસભા 2022ની ચૂંટણી હારી જશો. ભાજપના જ સ્થાનિક નેતાઓએ આવો પત્ર કેમ લખ્યો? એવો તો શું બન્યું?

વાત એમ છે કે થોડા દિવસ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગઢડા ખાતેના ગોપીનાથ મંદિરના (Gopinath Temple) પાટોત્સવમાં પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ નિમંત્રણના પગલે વિવાદ ઉભો થયો છે. ગોપીનાથ મંદિરની કામગીરી ભાજપ વિરુદ્ધની હોવાનું માનવામાં આવે છે. મુખ્યમંત્રીને પાટોત્સવનું નિમંત્રણ મળ્યા બાદ ગઢડાના ભાજપના આગેવાન નેતાઓ નારાજ થયા છે. તેઓએ CM ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે, જેમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, મંદિરની કામગીરી ભાજપ (BJP) વિરુદ્ધની છે. તેથી મુખ્યમંત્રીએ મંદિરના પાટોત્સવમાં હાજરી આપવી નહીં. સ્વામિનારાયણ સંસ્થાના આ મંદિરમાં જો આવશો તો 2022ની ચૂંટણીમાં ભાજપને નુકસાન થશે તેવો પત્રમાં ઉલ્લેખ કરાતા ખળભળાટ મચી ગયો છે.

આગામી તા. 17મી ઓક્ટોબરના રોજ ગઢડાના ગોપીનાથજી મંદિરમાં પાટોત્સવ યોજાવાનો છે. મંદિરના સત્તાધીશોએ સ્થાનિક ભાજપના આગેવાન કે નેતાઓને વિશ્વાસમાં લીધા વિના મુખ્યમંત્રીને નિમંત્રણ મોકલતા તેઓ નારાજ થયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગઢડા ન આવવા ગઢડા નગરપાલિકામાં બેસેલા ભાજપના નેતાઓએ એક પત્ર લખ્યો છે. તારીખ 17 ઓક્ટોબરના રોજ ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે એક ભવ્ય પાટોત્સવ યોજવાનો છે. ત્યારે મંદિર સત્તાધીશોએ CMને આમંત્રણ આપ્યું છે. પરંતુ સ્થાનિક ધારાસભ્ય કે સ્થાનિક આગેવનોને વિશ્વાસમાં લીધા વગર મંદિર સત્તાધીશોએ મુખ્યમંત્રીને આમંત્રણ આપતા કાર્યકરો નારાજ થયા છે. જેથી તેમને CMને પત્ર લખીને ચેતવ્યા છે.

ગઢડા નગરપાલિકામાં ભાજપના નેતાઓએ લખેલા પત્રમાં મંદિરની કામગીરી ભાજપ વિરુદ્ધની હોવાનો ઉલ્લેખ કરાતા ખળભળાટ મચ્યો છે. સ્થાનિક ભાજપ તેમ જ નગરજનોની નારાજગી હોવાથી જો આપ આવશો તો 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને નુકશાન થવાની વાત પત્રમાં લખી છે.

Most Popular

To Top