Jetpur pavi

જેતપુરપાવી તાલુકા પંચાયતમાં ભાજપનો પ્રચંડ દબદબો: 18માંથી 14 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી

કોંગ્રેસ અને AAPને માત્ર 2–2 બેઠકો, જિલ્લા પંચાયતની ચારેય બેઠકો પણ ભાજપના ખાતામાં
સ્થાનિક સ્તરે મતદારોનો ભાજપ તરફ ઝોક સ્પષ્ટ, તાલુકામાં કેસરિયો માહોલ

ગુજરાત મિત્ર, જેતપુરપાવી
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો જાહેર થતાં જેતપુરપાવી તાલુકામાં રાજકીય ચિત્ર સ્પષ્ટ બન્યું છે. તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 14 બેઠકો પર પ્રચંડ જીત મેળવી સ્પષ્ટ બહુમતી સાથે સત્તા સ્થાપિત કરી છે.

જ્યારે કોંગ્રેસ પાર્ટીને 2 બેઠકો પર સફળતા મળી હતી અને આમ આદમી પાર્ટીએ પણ 2 બેઠકો જીતતા પોતાની હાજરી નોંધાવી છે. પરિણામે તાલુકા પંચાયત પર ભાજપનો દબદબો મજબૂત બન્યો છે.

જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકોમાં ભાજપે તમામ બેઠકો પર વિજય મેળવી સમગ્ર તાલુકામાં કેસરિયો લહેરાવ્યો છે, જેના કારણે ભાજપની સંગઠન શક્તિ અને મતદારોનો વિશ્વાસ ફરી એકવાર સ્પષ્ટ થયો છે.
પરિણામ જાહેર થતાં ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓનો ધોધ રહ્યો હતો. આ પરિણામોને પગલે તાલુકામાં આગામી વિકાસકાર્યો અને સ્થાનિક રાજકીય દિશા અંગે નવી આશાઓ વ્યક્ત થઈ રહી છે.

રિપોર્ટર: આરીફ ખત્રી

Most Popular

To Top