Gujarat

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામો જાહેર, રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ઝંઝાવાત, કોંગ્રેસનું ખાતું પણ ન ખૂલ્યું

  • આમ આદમી પાર્ટીથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા અને ખેડૂત આગેવાન રાજુ કરપડાની જીત થઇ હતી. તેઓ મુળી-2 જિલ્લા પંચાયત બેઠક પર તેમણે જીત મેળવી હતી. 
  • સુરેન્દ્ર નગર મુળી-૨ જીલ્લા પંચાયત બેઠક પરથી રાજુ કરપડાઅઢી હજાર મતે જીત્યા
  • લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર જાણીતા લોકસાહિત્યકાર માયા આહીરની પુત્રી સોનલ ડેરને પરાજય મળ્યો, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેર વિજેતા બન્યા
  • શામળાજી વિસ્તારમાં પૂર્વ IPS અધિકારી મનોજ નિનામા, જેઓ નિવૃત્તિના માત્ર બે મહિના પહેલા ભાજપમાં જોડાયા હતા, તેમને ઓડ બેઠક પર આશરે 2700 મતોથી કારમો પરાજય સહન કરવો પડ્યો
  • ભેંસાણ જિલ્લામાં AAPમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને જનતાએ સ્વીકાર્યા નહીં, અને જિલ્લા પંચાયત બેઠક પર AAPના દિનેશ રૂપારેલીયાએ તેમને લગભગ 1700 મતોથી હરાવ્યા
  • રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 2માં કોંગ્રેસ તરફથી ઉમેદવાર તરીકે ઉભેલા નયનાબા જાડેજાને હારનો સામનો કરવો પડ્યો; તેઓ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન અને રિવાબા જાડેજાની નણંદ હોવાથી રાજકીય અને પરિવારિક ચર્ચામાં રહેતા હતા
  • રાજકોટના વોર્ડ નંબર 10માં કોંગ્રેસના જાણીતા ચહેરા અને લોકપ્રિય રેડિયો જોકી આરજે આભા દેસાઈ હાર્યા
  • ભાજપનો 7 દાયકાથી ગઢ અમદાવાદના ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી
  • દાંતા તાલુકા પંચાયતમાં 20 સીટમાંથી 10 કોંગ્રેસ 10 ભાજપ ટાઈ પડી
  • 2 બેઠક ભાજપ બિનહરીફ 18ની ચૂંટણીમાં 8 મા ભાજપ 10માં કોંગ્રેસનો વિજય
  • અંબાજી ની તમામ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની સીટ પર કોંગ્રેસનો વિજય
  • રાજકોટ વોર્ડ નંબર 16માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે ગત ટર્મમાં અહીં ભાજપનો કબજો હતો. આ પરિણામ ભાજપ માટે ચેતવણીરૂપ માનવામાં આવી રહ્યું છે.
  • ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાની રાજકોટમાં હાર
  • જામનગર મનપામાં ગત ટર્મમાં વિપક્ષના નેતા રહેલા ધવલ નંદાની હાર
  • જામનગરના કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર 1માં મોટો અપસેટ
  • અમદાવાદના બાપુનગરમાં પેનલ તૂટી, ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત
  • નડિયાદ મનપામાં ભાજપનો 6 વોર્ડમાં વિજય, કોંગ્રેસનું ખાતું નથી ખૂલ્યું
  • અમદાવાદના જોધપુર અને ગોતા વોર્ડમાં ભાજપની પેનલનો વિજય
  • રાજકોટના વોર્ડ 1માં મતગણતરી પૂર્ણ થાય તે પહેલા જ ભાજપની ઉજવણી
  • રાજકોટના વોર્ડ 10માં ભાજપની પેનલનો વિજય
  • રાજકોટના વોર્ડ નંબર 7 અને 10માં ભાજપની પેનલનો વિજય
  • રાજકોટના વોર્ડ 16માં કોંગ્રેસની પેનલનો વિજય
  • રાજકોટ શહેર વોર્ડ નંબર 4માં પ્રથમ રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • અમરેલીના બાબરામાં વોર્ડ નંબર 1 ના BJP મહિલા ઉમેદવાર જીજ્ઞાસાબેન શાકોરિયા સતત બીજી ટર્મમાં પણ વિજેતા
  • અમરેલીના કુકાવાવ-વડીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો દબદબો, 16માંથી 13 બેઠક ભાજપ અને 3 અન્યના ફાળે
  • રાજકોટના વોર્ડ નંબર 15માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવાર વિજેતા, 15 વર્ષ બાદ કોંગ્રેસની પેનલ તૂટી
  • પૂર્વ વિરોધ પક્ષ નેતા વશરામ સાગઠીયાની ભાજપના નિલેશ હેરભા સામે હાર, માત્ર 154 મતનો અંતર
  • સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32માંથી 31 બેઠક ભાજપે જીતી, કોંગ્રેસને માત્ર 1 બેઠક
  • બોટાદ નગરપાલિકા વોર્ડ 5માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવાર જીત્યા, કોંગ્રેસે ખાતું ખોલ્યું
  • તુરખા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપની પાયલબેન માથોળીયાનો વિજય
  • જુનાગઢના માણાવદર અને માળિયા તાલુકા પંચાયતમાં ભાજપની જીત
  • પાટડી નગરપાલિકાની 6 વોર્ડની તમામ 24 બેઠક ભાજપના ફાળે, જેમાંથી 18 અગાઉ બિનહરીફ
  • ગીર સોમનાથમાં ભાજપનો જલવો, વેરાવળ-સોમનાથ પાલિકામાં ફરી સત્તા
  • ગઢડા તાલુકાના માંડવાં અને ગુંદાળા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારો વિજેતા
  • ભાવનગરના ગારીયાધાર તાલુકા પંચાયતમાં 16માંથી 11 બેઠક ભાજપ, 4 આપ અને 1 અપક્ષ, ભાજપનું શાસન
  • જામનગર મનપાના વોર્ડ 12માં 2 બેઠક આપ અને 2 કોંગ્રેસને મળી
  • રાજકોટ મનપાની 72માંથી આશરે 65 બેઠક ભાજપ અને 7 કોંગ્રેસના ફાળે
  • ઉના તાલુકાના સનખડા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારનો 4000થી વધુ મતોથી વિજય
  • વણોદ તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપની જીત
  • અમરેલીના ધારી અને ખાંભા તાલુકા પંચાયતમાં ભાજપનો સ્પષ્ટ બહુમતી સાથે વિજય
  • મોરબીમાં ભાજપનો વિજય, સાથે કેટલાક દિગ્ગજ નેતાઓને હાર
  • જામજોધપુર તાલુકા પંચાયતમાં ભાજપને 11 અને આપને 8 બેઠક
  • ઉના તાલુકા પંચાયતમાં 26માંથી 20 ભાજપ અને 6 કોંગ્રેસના ફાળે
  • જુનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપનો સંપૂર્ણ કબ્જો, કોંગ્રેસનું ખાતું ખૂલ્યું નહીં
  • ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરિ સોલંકી 5100 મતથી વિજેતા
  • જામનગર મનપાના અનેક વોર્ડમાં ભાજપની પેનલનો સંપૂર્ણ વિજય
  • બગસરા બેઠક પર આપનો દબદબો, 16માંથી 10 આપ અને 6 ભાજપ
  • મોરબીમાં નગરપાલિકા બાદ મહાનગરપાલિકામાં પણ ભાજપનો ઇતિહાસિક વિજય
  • સુરેન્દ્રનગર મનપા વોર્ડ 8માં રસપ્રદ મુકાબલો, સાસુ-વહુ બંને હાર્યા, કોંગ્રેસના ઉમેદવારનો વિજય
  • લીંબડી પાલિકામાં 28માંથી 27 બેઠક ભાજપના ફાળે, 1 કોંગ્રેસ
  • ગઢડા તાલુકાના ઢસા જંકશન બેઠક પર કોંગ્રેસનો વિજય
  • ગોંડલ તાલુકા પંચાયતમાં કેટલીક બેઠકો પર આપની જીત, જીત બાદ ઉજવણીમાં નોટો ઉડાડાઈ
  • વલ્લભીપુર નગરપાલિકાની 24માંથી 18 બેઠક ભાજપ, 2 કોંગ્રેસ અને 4 બિનહરીફ
  • શિવરાજગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર મનોજભાઈ વોરાનો વિજય
  • પાટડીમાં મતગણતરી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ
  • રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ઝંઝાવાત, કોંગ્રેસનું ખાતું પણ ન ખૂલ્યું
  • પોરબંદર જિલ્લો સંપૂર્ણ રીતે ભાજપના પ્રભાવમાં આવી ગયો. નવી બનેલી પોરબંદર મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત, બંનેમાં ભાજપે વિપક્ષને કર્યા પરાજય
  • ઉત્તર ગુજરાતના વાવ-થરાદમાં ભાજપનો દબદબો -કોંગ્રેસ લાખણીમાં જ સીમિત રહી

કોને કેટલી બેઠકો?

  • આણંદ – 12 બેઠકો
  • પોરબંદર – 11 બેઠકો
  • મહેસાણા – 5 બેઠકો
  • અમદાવાદ – 2 બેઠકો
  • સુરેન્દ્રનગર – 3 બેઠકો
  • જામનગર – 1 બેઠક
  • નડિયાદ – 3 બેઠકો
  • વડોદરા – 2 બેઠકો
  • નવસારી – 2 બેઠકો
  • ગાંધીધામ – 1 બેઠક
  • વાપી – 1 બેઠક

Most Popular

To Top