National

આસામમાં મિની-બસ અને ટ્રક વચ્ચે ટક્કર: 23 લોકોના મોત, બસ કાપીને મૃતદેહો બહાર કઢાયા

આસામના કાઝીરંગા નજીક શુક્રવારે એક પૂરપાટ ઝડપે જતી મિની-બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. મીડિયા અહેવાલો અનુસાર આ અકસ્માતમાં ૨૩ લોકોના મોત થયા છે જોકે સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) એ 12 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. મૃતકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે.

આ ટક્કરમાં મિની-બસને ભારે નુકસાન થયું છે જેના કારણે ઘણા મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. બચાવ ટુકડીઓ બસને કાપીને મૃતદેહો બહાર કાઢી રહી છે. બસમાં કુલ કેટલા મુસાફરો સવાર હતા તે હાલ જાણી શકાયું નથી.

ડ્રાઈવરે નિયમોનું પાલન ન કર્યું
ગોલાઘાટના એસએસપી (SSP) સ્વપ્નનિલ ડેકાએ જણાવ્યું કે મિની-બસ બોકાખાટથી નાગાંવ તરફ જઈ રહી હતી. વાહન ખૂબ જ ઝડપમાં હતું અને કાઝીરંગા નેશનલ પાર્ક નજીક લાગુ કરાયેલા નિયંત્રણોનું પાલન કરવામાં ડ્રાઈવર નિષ્ફળ રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે તે કન્ટેનર ટ્રક સાથે અથડાઈ ગઈ.

સ્થાનિક રહેવાસીઓ અને પોલીસે સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને કોહોરા મોડેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને જોરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા
અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને સારવાર માટે કોહોરા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમને ગંભીર ઈજાઓ થઈ છે તેમાંથી મોટાભાગના લોકોને જોરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગોલાઘાટના એસપી (SP) સ્વપ્નનિલ ડેકાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું, “પ્રાથમિક અહેવાલો મુજબ ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. અમે બધા ઘટનાસ્થળે હાજર છીએ. મૃતદેહોને બહાર કાઢવા માટે બસને કાપવામાં આવી રહી છે, તેથી મૃત્યુઆંક વધી શકે છે.” તેમણે વધુમાં કહ્યું કે, બસમાં ચોક્કસ કેટલા મુસાફરો સવાર હતા તે હજુ સુધી નક્કી થઈ શક્યું નથી.

મુખ્યમંત્રી હિમંતાએ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું, “આજે કાઝીરંગામાં બનેલી દુઃખદ દુર્ઘટનાથી હું અત્યંત આઘાતમાં છું. આ નુકસાનથી આપણે સૌ હચમચી ગયા છીએ. જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે પરિવારો પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. કોઈ પણ શબ્દો તેમની પીડાને ઓછી કરી શકતા નથી, પરંતુ હું તેમને એટલું જ કહેવા માંગુ છું કે તેઓ એકલા નથી—દુઃખની આ ઘડીમાં સમગ્ર આસામ રાજ્ય તેમની સાથે છે. અમારી તાત્કાલિક પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે ઘાયલોને કોઈપણ વિલંબ વિના શ્રેષ્ઠ તબીબી સારવાર મળે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે અને શોકગ્રસ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના કરું છું.”

Most Popular

To Top