Dahod

દાહોદના મેડલિયામાં વિજય સરઘસ દરમિયાન અથડામણ: ભાજપ ઉમેદવાર પર હુમલો, અનેક ઇજાગ્રસ્ત

મારક હથિયારો સાથે હુમલો થયાનો આક્ષેપ, બંને પક્ષોના કાર્યકરો ઘાયલ
ડીવાયએસપી સહિત પોલીસ દોડી આવી, વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

દાહોદ, તા. 28 |
દાહોદ જિલ્લાના મેડલિયા વિસ્તારમાં વિજય સરઘસ દરમિયાન અથડામણની ઘટના સામે આવતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ભાજપના ઉમેદવાર પર હારેલા અપક્ષ સમર્થકો દ્વારા મારક હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઘટનામાં બંને પક્ષોના કેટલાક કાર્યકરો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટના બાદ વિસ્તારમાં તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top