Saurashtra

રાજકોટ મહાનગરપાલિકાની ભાજપને 7 વોર્ડમાં જીત, વોર્ડ નં.16માં કોંગ્રેસ આગળ

રાજકોટ, તા. 28 એપ્રિલ — સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી દરમિયાન સવારે અંદાજે 11:40 વાગ્યા સુધીના પ્રાથમિક રુઝાનોમાં કુલ 18 વોર્ડમાંથી વોર્ડ નં. 1, 4, 7, 8, 10, 13 અને 14માં ભાજપની પેનલ વિજેતા જાહેર થઈ હોવાનું સામે આવ્યું છે.
તે ઉપરાંત વોર્ડ નં. 16માં કોંગ્રેસની પેનલ આગળ હોવાનું નોંધાયું છે. અન્ય વોર્ડોમાં મતગણતરી પ્રક્રિયા યથાવત્ ચાલુ છે અને અંતિમ પરિણામો માટે રાજકીય પક્ષો તથા ઉમેદવારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
રાજકોટ સહિત ગુજરાતની અનેક મહાનગરપાલિકાઓમાં 26 એપ્રિલે મતદાન પૂર્ણ થયા બાદ આજે મતગણતરી હાથ ધરાઈ છે.

Most Popular

To Top