18માંથી 9 બેઠકો સાથે ભાજપ પ્રથમ સ્થાને, કોંગ્રેસને 5 બેઠકો
AAPએ 4 બેઠકો જીતી નોંધાવી મજબૂત હાજરી, અન્ય કોઈ ઉમેદવાર વિજેતા નહીં
સુખસર:
સુખસર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોના અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં ભાજપ 9 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યું છે. કોંગ્રેસે 5 બેઠકો જીતતા પોતાનું રાજકીય સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 4 બેઠકો મેળવી તાલુકા સ્તરે નોંધપાત્ર હાજરી નોંધાવી છે.
આ પરિણામો દર્શાવે છે કે સુખસર તાલુકા પંચાયતમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી અને આગામી સમયમાં સત્તા રચનાને લઈને રાજકીય સમીકરણો મહત્વપૂર્ણ બની શકે છે. પરિણામ બાદ વિવિધ પક્ષોમાં ચર્ચા અને ગતિશીલતા વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
રિપોર્ટર: બાબુભાઈ સોલંકી