ત્રણેય વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો ક્લીન સ્વીપ, સંગઠનશક્તિ સાબિત
પરિણામ બાદ કાર્યકરોમાં આનંદની લહેર, શહેરના રાજકારણમાં ભાજપ મજબૂત
સાવલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 1, 2 અને 3માં ભાજપની પેનલે ભવ્ય જીત નોંધાવી છે. સતત ત્રણ વોર્ડમાં મળેલી જીતથી સ્થાનિક સ્તરે ભાજપનું પ્રભુત્વ વધુ મજબૂત બન્યું છે.
વોર્ડ નં. 1માં ભાજપ તરફથી
અમરીનબાનુ જાવેદખાન પઠાણ
કિરણબેન ઠાકોર
ત્વરિલ રજાકખાન પઠાણ
મનીષ પ્રથમભાઈ વસાવા
વિજયી જાહેર થયા છે.
વોર્ડ નં. 2માં ભાજપ તરફથી
ગીરીશભાઈ નરસીભાઈ પરમાર
પરેશભાઈ ઘનશ્યામભાઈ ગાંધી
રેખાબેન અરવિંદભાઈ ચૌહાણ
સેજલ વિપુલભાઈ શાડ
વિજયી બન્યા છે.
જ્યારે વોર્ડ નં. 3માં ભાજપ તરફથી
ભદ્રેશ પાઠક
શીલીબેન પટેલ
હેતલબેન પટેલ
વિજયી જાહેર થયા છે.
પરિણામ જાહેર થતાં ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને વિવિધ સ્થળોએ ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો. આ જીતને સાવલી નગરપાલિકામાં ભાજપ પ્રત્યે વધતા મતદારોના વિશ્વાસ તરીકે જોવામાં આવી રહી છે.