સ્થાનિક ચૂંટણીના પરિણામ પર સૌની નજર
વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ સમાન ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગઈ છે. આજે 28 એપ્રિલે દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. આ ચૂંટણીમાં ભાજપે પહેલેથી જ મજબૂત શરૂઆત કરી છે, કારણ કે 5 જિલ્લાની કુલ 132 બેઠકો પર પક્ષના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
મતદાનની વાત કરીએ તો 26 એપ્રિલે સુરત મહાનગરપાલિકામાં 59.21 ટકા, નવસારીમાં 65.28 ટકા અને વાપીમાં 72.29 ટકા મતદાન નોંધાયું હતું, જે મતદારોની સક્રિય ભાગીદારી દર્શાવે છે. હવે સૌની નજર પરિણામ પર ટકી છે, કારણ કે 3 મહાનગરપાલિકા, 7 નગરપાલિકા, 5 જિલ્લા પંચાયત અને 34 તાલુકા પંચાયતના પરિણામો દક્ષિણ ગુજરાતના રાજકીય દિશા નક્કી કરશે.
દક્ષીણ ગુજરાતમાં જીતની ખુશી, ડીજે સાથે ભાજપની ઉજવણી:
નગરપાલીકા કૂલ બેઠકો
2624
ભાજપ 1171
કોંગ્રેસ 211
અન્ય 47
મનપા – કૂલ બેઠકો
1044
ભાજપ – 580
કોંગ્રેસ 33
અન્ય 05
જિલ્લા પંચાયતો
કૂલ બેઠકો 1090
ભાજપ – 271
કોંગ્રેસ 30
અન્ય 19
તાલુકા પંચાયત
કૂલ બેઠકો 5234
ભાજપ – 1028
કોંગ્રેસ 228
અન્ય 101
સ્થાનિક સ્વરાજયની કૂલ બેઠકો 9992
ભાજપ 3088
કોંગ્રેસ 506
અન્ય 172
દક્ષીણ ગુજરાત ની સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે ટાઈ પડી:કડોદરા પાલિકામાં ભાજપના બળવાખોર સસ્પેન્ડેડ અપક્ષ ભોળા ભરવાડની જીત, MLA અનંત પટેલના ગામમાં જ કોંગ્રેસની હાર
155 ઓલપાડ વિધાનસભા કોંગ્રેસમુક્ત : ઓલપાડ વિધાનસભા સમાવિષ્ટ 5 જિલ્લા પંચાયતની બેઠક પર તમામ 5 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય તેમજ 24 તાલુકા પંચાયતની બેઠક પર તમામ 24 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય.ઓલપાડ વિધાનસભા સમાવિષ્ટ સુરત શહેરના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય.
વોર્ડ નંબર ૮ ડભોલી સીંગણપોરમાં ભાજપ ની જીત નક્કી
વોર્ડ નંબર ૧૩ (વાડીફળીયા- નવાપુરા- બેગમપુરા- સલાબતપુરા) ભાજપની પેનલની જીત
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં ભાજપની જીત
સુરત ના વોર્ડ નંબર ૧૭ પુણા (પશ્ચિમ) આપની પેનલ ની જીતી
સુરત ના વોર્ડ નંબર ૫ માં ભાજપ નો વિજય
સુરત ના વોર્ડ નંબર ૯ (રાંદેર- જહાંગીરાબાદ-પાલનપુર) ભાજપની જીત
લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક : માયાભાઈ આહીરની દીકરીની હાર, ભાજપ ઉમેદવાર સોનલબેન ડેરને કોંગ્રેસ ઉમેદવાર શાંતિબેન ડેરે ડરાવ્યા
કોંગ્રેસના ઉમેદવાર પીયૂષ ઢીમ્મર નવસારી મનપામાં વોર્ડ નંબર 6માંથી માત્ર 3 મતથી હાર્યા
સુરત મનપાની ચૂંટણીમાં વોર્ડ નં ર૧ ભાજપનો વિજય: અમિતસિંગ રાજપૂત સહિતની પેનલની જીત
આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં આવેલા રાજુ કરપડાની જીત
વોડઁ નંબર ૧૮ (લિંબાયત, પરવત, કુંભારીયા) ભાજપની પેનલ ની જીત
વોર્ડ નંબર 16 પુણા (A) માં શોભના બેન કેવડિયા ની હાર ,ચૂંટણીમાં પાર્ટી હારતા રડ્યા
કડોદરા પાલિકામાં ભાજપના બળવાખોર સસ્પેન્ડેડ ભોળા ભરવાડની અપક્ષથી જીત, MLA અનંત પટેલના ગામમાં જ કોંગ્રેસની હાર,
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ AAP માટે મહત્વની વોર્ડ નં.16 પુણા વિસ્તારમાં ભાજપએ ઝંડો લેહેરવ્યો, પૂર્વ વિપક્ષ નેતા આપ ના પાયલ સાકરીયાની હાર, ભાજપના તમામ ઉમેદવારોની જીત
ચોર્યાસી તાલુકા પંચાયતની ૧૬ પૈકી ૧૪ બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને ૧ કોંગ્રેસ , ૧ અપક્ષ ઉમેદવારોનો વિજય.
*ચોર્યાસી તાલુકા પંચાયતની ત્રણેય જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નો ભવ્ય વિજય.
વોર્નંડ નંબર ૫ માં ભાજપની જીત
12 વાગ્યા સુધીનું અપડેટઃ સુરતમાં 40માંથી 39 સીટ પર ભાજપનો કબ્જો, કોંગ્રેસનું પણ ખાતું ખુલ્યું
સુરત મનપાની ચૂંટણીમાં વોર્ડ નં ૩માં અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યાબેન સહિત ભાજપની આખી પેનલનો વિજય
દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો:જીત બાદ અનેક બેઠકો પર ઉજવણી ,તાપીમાં ડીજેના તાલે ભાજપની ઉજવણી; ગણપત વસાવાના ગઢમાં ગાબડું, AAPએ ઉમરપાડા તાલુકા પંચાયતની 3 બેઠક જીતી
દગડીયાઆંબા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના પ્રિયંકાબેન રાહુલભાઈ વાઘેરાને 2150ને મત મળ્યા .
સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાસેથી વોર્ડ ૨,૩ અને ૪ પાછા મેળવતું ભાજપ!
સૌરાષ્ટ્રના પ્રભુત્વવાળા વિસ્તારોમાં પાર્ટીનો ગ્રાન્ડ કમબેક
વોર્ડ નંબર 14 માં બીજેપી ની પેનલ ની જીત
.વોર્ડ નંબર ૧૦ માં બીજેપી ની પેનલ ની જીત
સુરત વોર્ડ નંબર ૧ ભાજપ ની જીત
સુરત વોર્ડ નંબર ૨૪
ભાવના શાહ – ૨૦૯૨૨
માયાબેન બારડ – ૨૦૬૭૩
કેયુર પટેલ – ૨૪૨૫૭
રવિન્દ્ર ખેરનાર – ૧૯૭૪૧
તાપી જિલ્લા પંચાયત કાનપુરા બેઠક પર ભાજપ ની જીત
નવસારી ગણદેવી તાલુકા પંચાયતમાં ભાજપની જીત
ભાજપે ગણદેવી તાલુકા પંચાયત પર બહુમતીથી જીત મેળવી
કુલ 24 બેઠકોમાંથી 23 બેઠકો પર ભાજપે જીત મેળવી એક પર અપક્ષનો કબજો.
કામરેજ જિલ્લા પંચાયત બેઠક 11 પર ભાજપનો ભગવો
ભાજપના ઉમેદવાર મહેશ સોલંકીની જીત થઈ
10 હજારથી વધુના મતોથી વિજય થયો
વોર્ડ નંબર ૩ (વરાછા- સરથાણા- સીમાડા- લસકાણા) માં ભાજપની જીત
વોડઁ નંબર ૨ (અમરોલી- મોટા વરાછા- કઠોર) માં પણ ભાજપની જીત
કામરેજ : આમ આદમી પાર્ટી ના શારદા કસાવાળા 3700 વોટ થી જીત્યા
ચોર્યાસી તાલુકા પંચાયતની ૯ બેઠકોમાંથી ૮ પર ભાજપ અને ૧ પર અપક્ષની જીત,
વોર્ડ નંબર 14માં ભાજપને પેનલ ની જીત
વોર્ડ 15 માં ભાજપ ની પેનલ ની જીત
ચોર્યાસી તાલુકાની હજીરા અને મોરા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપનો વિજય
ચોર્યાસી તાલુકાની કપલેથા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપનો કબજો, લઘુમતી વસ્તી ધરાવતી કપલેથા બેઠક પર પહેલી વખત ભાજપે જીત હાંસલ કરી,
વોર્ડ નંબર 14માં ભાજપની પેનલ ની જીત
વોર્ડ 19 માં બીજેપી ની જીત
વોડઁ નંબર ૧૨ માં ૩ બીજેપી, ૧ કોંગ્રેસ અરશદ જરીવાલા વિજેતા,ભાજપની પેનલ તુટી
વોર્ડ નંબર 12 માં કોંગ્રેસ નું ખાતું ખુલ્યું એક કોંગ્રેસ ત્રણ બીજેપી ની જીત
સુરત વોર્ડ 24 માં ભાજપ ની જીત
ભાવનાબેન શાહ
કેયુરભાઈ પટેલ
માયાબેન બારોટ
રવિન્દ્ર ખૈરનાર
સુરત વોર્ડ 4 માં ભાજપ ની જીત
હેતલ રાજેશભાઈ પરમાર,
હંસાબેન મહેશ ગજેરા,
અરવિંદ કાકડિયા અને
મહેશ કાકડિયા
આ ચારેય ભાજપ પેનલના ઉમેદવારો વિજેતા બન્યા.
વોર્ડ 19 બીજેપી ની પેનલ ની જીત..
અનિતા મનીષભાઈ રાણા
જયશ્રીબેન રમણભાઈ પટેલ
અશોકકુમાર મંગીલાલ શાહ
રમેશભાઈ પટેલ
નવસારી અને વલસાડ જિલ્લામાં ભાજપે પોતાનો પ્રભુત્વ જાળવી રાખ્યો છે. ગણદેવી નગરપાલિકામાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતાં તમામ 24 બેઠકો પર જીત મેળવી, સાથે સાથે 2 બેઠકોમાં વિજય મેળવી સંપૂર્ણ ક્લીનસ્વિપ નોંધાવ્યો છે.
ચોર્યાસી તાલુકા પંચાયતની ૯ બેઠકોમાંથી ૮ પર ભાજપ અને ૧ પર અપક્ષની જીત
દક્ષિણ ગુજરાતમાં મિશ્ર પરિણામો, ક્યાંક ભાજપ તો ક્યાંક કોંગ્રેસ આગળ
નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં સત્તા માટે કાંટાની ટક્કર
ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર 1માં બીજેપીની પેનલ વિજેતા,
ગણદેવી નગરપાલિકામાં બે વોર્ડમાં ભાજપની જીત,
નવસારી અને વલસાડમાં ભાજપનો દબદબો યથાવત,
ગણદેવીની બે બેઠક પર પણ કબ્જો,
જલાલપોર તાલુકા પોંસરા ભાજપ સ્વાતિબેન પટેલ ૭૬૦ મત થી જીત
બારડોલી નગરપાલિકામાં 20 બેઠક સાથે ભાજપનો દબદબો
બારડોલી નગરપાલિકા વોર્ડ નંબર 1,2,3,4,5,6 ભાજપ – 20 કોગ્રેસ -03 વિજેતા ઉમેદવાર અપક્ષ-01 વિજેતા ઉમેદવાર
ઉમરપાડામાં તાલુકા પંચાયતની 3 બેઠક AAP જીતી
ઉમરપાડા તાલુકાની ત્રણ તાલુકા પંચાયત AAPને ફાળે
ધાણાવડ તા.પં. બેઠક AAP પાર્ટીની જીત
ઉંમરગોટ તા.પં. બેઠક AAP પાર્ટી ની જીત
નવસારી જિલ્લા પંચાયતની કછોલીમાં ભાજપ ઉમેદવારની જીત
નવસારી જિલ્લા પંચાયત
કછોલી બેઠક પરથી ભાજપી ઉમેદવાર દેવયાનીબેન મુકેશ નાયકા વિજેતા
ગણદેવી તાલુકા પંચાયત
અમલસાડ બેઠક પરથી ભાજપી ઉમેદવાર સંગીતાબેન નાયકા વિજેતા
ધનોરી બેઠક પરથી ભાજપી ઉમેદવાર મનોજ પટેલ વિજેતા
ચીખલી તાલુકા પંચાયત
વ્યારા નગર પાલિકા વોર્ડ નં. 2માં ભાજપ પેનલ વિજેતા
વ્યારા નગર પાલિકા વોર્ડ નં. 2 ભાજપ પેનલ વિજેતા
ચેતન પારેખ
માધવી જોષી
આશિષ ગામિ
અંકલેશ્વર તાલુકા પંચાયત
કુલ 26 બેઠક
બિન હરીફ 3
ચૂંટણી 23 બેઠક
1 બેઠક પર ભાજપ ના ઉમેદવાર કિરીટ માસ્ટર 2 હજાર મતો થી જીત.
2 રાજેશ રમેશ વસાવા ભાજપ 2042 મતો થી વિજેતા
તલોધ તાલુકા પંચાયત બેઠક ભાજપના વિપુલ જયેશ પટેલ વિજેતા જાહેર
બોરસી તાલુકા બેઠક ભારતી પટેલ અપક્ષ જીત્યા
ભીલવાડા તાલુકા પંચાયત
ભાજપ 2667
કોંગ્રેસ 334
આપ 1353
લીડ 1314
માંગરોળ માં બીજેપી એ વિજય થી ખાતું ખોલાવ્યું
વાલિયા તાલુકા પંચાયત
ડહેલી તાલુકા પંચાયતની બેઠક પર ભાજપનો વિજય
-પારુલબેન વસાવા-1500થી મતથી વિજેતા
–ભમાડિયા તાલુકા પંચાયત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા
600થી વધુ વોટથી વિજેતા
જંબુસર તાલુકા પંચાયત
દેવલા તાલુકા પંચાયત બેઠક ઉપર કોંગ્રેસનો વિજય
-ફજીલા આદિલ રાજની જીત થઇ
જંબુસર તાલુકા પંચાયત મા કોંગ્રેસ પાર્ટી એ બે સીટ ઉપર વિજય મેળવ્યો
અંકલેશ્વર નગરપાલિકા
વોર્ડ નંબર 3 ભાજપની પેનલનો વિજય
9 વોર્ડની કુલ 36બેઠક
ભાજપ – 12
કોંગ્રેસ – 00
અન્ય -00
Vapi VPMC prinam
1,6,9,5,2 bjp 20
10,11 congress 8
ભરૂચ નગરપાલિકા
વોર્ડ નં. 1 માં કોંગ્રેસ પેનલનો વિજય
ઈમરાન પટેલ (4092),
ઝુબેર પટેલ (3828),
રાબિયા પટેલ (3755) અને સુનિતા રાવલ (3521) વિજયી બન્યા.
નવસારી મહાનગર પાલિકા
વોર્ડ નં. 9 માં ભાજપની પેનલની જીત
ધર્મેશ પટેલ
ભારતીબેન પટેલ
જયેશ રાઠોડ
જુલીબેન લાખાણી
બારડોલી નગરપાલિકા ચૂંટણી
વોર્ડ નંબર 1,2,3,4,5,6,7,8 ભાજપ – 28 કોગ્રેસ -03 વિજેતા ઉમેદવાર અપક્ષ-01 વિજેતા ઉમેદવાર
ભરૂચ જિલ્લા પંચાયત
ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના કરમીશા જીતેનકુમાર પટેલનો ૩૦૦૦ મતે વિજયી. કોંગ્રેસના પરિમલસિંહ રણાની ધર્મપત્નીની હાર.
દક્ષિણ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં રસપ્રદ અને મિશ્ર ચિત્ર સામે આવ્યું છે. મહુવા તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાન ટક્કર જોવા મળી રહી છે, જ્યાં બંને પક્ષોએ એક-એક બેઠક પોતાના નામે કરી છે. મહુવા તાલુકાની દેદવાસણ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે, જ્યારે અંબિકા તાલુકાની અનાવલ બેઠક પર ભાજપે બાજી મારી છે.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા પંચાયતની ડાભેલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મોહમદ હનીફ વાઝા વિજેતા બનતા કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. બીજી તરફ, વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ વિજેતા બની છે, જે ભાજપ માટે મહત્વપૂર્ણ જીત માનવામાં આવી રહી છે.
સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકામાં પણ ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું છે. વોર્ડ નંબર 2માં ભાજપની પેનલ વિજેતા બની છે, જેમાં ફાલ્ગુનીબેન ચૌધરી, કોકિલાબેન દેસાઈ, શૈલેષ રાઠોડ (બિનહરીફ) અને સારંગ પટેલનો સમાવેશ થાય છે.
આ સાથે જ અરેઠ તાલુકા પંચાયતમાં ભાજપે ચાર બેઠકો જીતીને મજબૂત શરૂઆત કરી છે. કુલ મળીને દક્ષિણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર વચ્ચે પરિણામો ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે.