Business

આશા – અનંત છે

આશાવાદી અને નિરાશાવાદી, એક સિક્કાની બે બાજુ સમાન છે; દરેક વ્યક્તિને કોઈને કોઈ આશા, અરમાન, તમન્ના હોય છે. તેમાંયે આસ્તિકો બહુ આશાવાદી અને મહત્વાકાંક્ષી હોય છે. જ્યારે નાસ્તિકો કોઈ આશા-અપેક્ષા રાખતા નથી માત્ર મહેનત અને પરિણામમાં માને છે. ચમત્કારને – પણ નમસ્કાર કરતા નથી. વિજ્ઞાન-સંશોધન માં વિશ્વાસ રાખે છે. આશા અનંત છે. આશા કદી મરતી નથી, આશા અનંત છે.એક કાર્ય પૂર્ણ થાય ત્યાં બીજી આશા જન્મે છે. જીવનમાં કદી આશા – અપેક્ષા ના રાખો, આશાવાદી વ્યકિતનું કામ ન થાય એટલે હતાશા-ડિપ્રેશનમાં આવી જાય છે. પરંતુ મહેનત-શ્રમ કરો તો તમારો ધ્યેય હંમેશા સિધ્ધ થાય છે.

આશાવાદી વ્ય માનસિક રીતે કમજોર હોય છે. નિરાશા સહન કરી શકતો નથી. જ્યારે નાસ્તિક વિચારધારાવાળી વ્યક્તિ પોતાનું કામ ના થાય તો પોતાના પ્રયત્નમાં કંઈક- કચાશ છે. એમ માને છે. આમ આશાવાદી અને નિરાશાવાદીની માયા છોડી, અને સત્યના માર્ગે ચાલીને ઈશ્વરવાદી બનશો તો માનવજીવન સાર્થક બની જશે. તરસાડા   – પ્રવિણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top