Business

સી. જે. પી આંદોલન

હાલ મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના હોદ્દા પરથી હટાવવા માટે વિપક્ષ અને કોકરોચ જનતા પાર્ટી દ્વારા નવી દિલ્હીમાં આંદોલન થઈ રહ્યું છે. લોકશાહીમાં વિરોધ વ્યાજબી છે. પરંતુ શું બંધારણીય હોદ્દો ધરાવનારનો ન્યાય રસ્તા પર કરવામાં આવશે? એક ધર્મેન્દ્ર પ્રધાન જેવા મંત્રીને રાજીનામું આપવું પડ્યું એટલે એ લોકો જાણે મોટો જંગ જીતી ગયા હોય તેમ કરી રહ્યા છે. કેટલાક પરદેશમાં વસતા યુટ્યુબરો જાણે બહુ મોટા નેતા હોય તેવી અદાથી ભાષણબાજી કરીને દિલ્હીમાં વટ પાડી દેવા માટે ચાલી નીકળ્યા છે. એ યુટ્યુબરો માત્રને માત્ર અંધાધૂંધી ઇચ્છે છે. આપણે ભૂતકાળને ભૂલી ગયા છીએ. કટોકટીકાળ, ગુજરાતનું નવનિર્માણ આંદોલન કે મહાગુર્જરાત આંદોલન વખતે શું પરિસ્થિતિ થઈ હતી તેનો અભ્યાસ કરવો જરૂરી છે. લોકશાહીના નામે ટોળાશાહી ચલાવી લેવી જોઈએ નહીં. કોકરોચ પાર્ટી વિપક્ષના હાથા બનવા સિવાય કશું ઉકાળી શકે એમ નથી. છાપાંઓએ પણ આવા લોકો માટે વધારે પડતું કવરેજ ન કરવું જોઈએ.
નવસારી           – હિતેન્દ્ર ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top