Vadodara

‘યુનાઇટેડ વે ‘માં ચોરોનું રાજ, નોરતાની પહેલી રાતે જ અનેક મોબાઇલ ચોરાયા

વડોદરામાં પ્રથમ નોરતે જ યુનાઇટેડ વે ગરબામાં મોબાઈલ ચોરીનો વિવાદ

યુનાઇટેડ વે મેનેજમેન્ટની બેદરકારીથી 20થી વધુ મોબાઈલ ચોરી, સિક્યુરિટી સ્ટાફ હોવા છતાં ચોરી કેવી રીતે?

અટલાદરા પોલીસની કામગીરી સામે સવાલો, ખેલૈયાઓ અને પોલીસ વચ્ચે શાબ્દિક ટપાટપી

( પ્રતિનિધિ ) વડોદરા, તા.12

વડોદરા શહેરમાં પ્રથમ નોરતે જ વિવાદનો પર્યાય બનેલા ધંધાદારી યુનાઇટેડ વે ગરબા મહોત્સવમાં વિવાદ સામે આવ્યો છે. યુનાઇટેડ વે મેનેજમેન્ટની ગંભીર બેદરકારીને કારણે ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે પ્રથમ નોરતે ગરબા રમવા આવેલા 20 થી વધુ ખેલૈયાઓના મોબાઈલ ફોન ચોરી થયાની ઘટના બની હતી. આશ્ચર્યની વાત એ છે કે, યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં સિક્યુરિટીનો ફૂલ સ્ટાફ હાજર હોવા છતાં આટલી મોટી સંખ્યામાં મોબાઈલ ફોન ચોરી થતા સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે.

આ ઘટના બાદ પીડિત ખેલૈયાઓએ અટલાદરા પોલીસમાં ફરિયાદ કરવા જતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા. ફરિયાદ લેવામાં વિલંબ થતા ખેલૈયાઓ અને પોલીસ વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રથમ નોરતે જ આવી ઘટના બનતા ખેલૈયાઓમાં ભયનો માહોલ છે અને યુનાઇટેડ વેના મેનેજમેન્ટ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Most Popular

To Top