Business

લોકો કોને કહે?

દેશ ગુલામીમાં હતો, ભયંકર શોષણ થતું હતું અને કેટલાક અંગ્રેજો સાથેના મેળાપીપણાને કારણે દેશની સંપત્તિનું શોષણ થતું હતું, ત્યારે દેશને મહાત્મા ગાંધી મળ્યા અને આઝાદી પ્રાપ્ત થઈ. સાબરમતીના સંત પ્રત્યે દેશ હંમેશાં ઋણી રહેશે. આજે દેશમાં પ્રવર્તતા વાતાવરણ અને અરાજકતા તરફની ગતિ ચિંતાજનક છે. દરેક સારા અને પ્રમાણિક નાગરિકને તેની ચિંતા છે. નાગરિકોનો મતાધિકાર પાછલા બારણેથી છીનવી લેવો એ મોટો અન્યાય છે.  આજે ભય, ભૂખ, બેરોજગારી, સરકારી તંત્રમાં વિલંબ અને ભ્રષ્ટાચાર, સગાવાદ તથા જનઆરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સેવાઓનું કથળતું સ્તર પ્રજાને મુશ્કેલીમાં મૂકે છે. સેવાઓનું વેપારીકરણ સામાન્ય નાગરિક પર આર્થિક બોજ વધારે છે. લોકશાહીમાં પ્રજાનો વિશ્વાસ જાળવવા પારદર્શિતા, જવાબદારી અને ન્યાયનું રક્ષણ અનિવાર્ય છે. મતાધિકાર માત્ર મતદાન પૂરતો સીમિત નથી, પરંતુ નાગરિકના સ્વાભિમાન અને લોકશાહીના અસ્તિત્વ સાથે જોડાયેલો છે.
નવસારી           – મનુ દયાળજી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top