

વડોદરા શહેરમાં દશેરાના પાવન અવસરને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગ પર આવેલા ફાયર બ્રિગેડ પાછળની ફૂટપાથ પર રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં વિશાળ પૂતળાંના વેચાણનો આરંભ થઈ ગયો છે. અહીં કારીગરો દ્વારા તૈયાર કરાયેલાં ૨ ફૂટથી લઈને છેક ૩૦ ફૂટ સુધીનાં રંગબેરંગી પૂતળાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. આ પૂતળાંઓની કિંમત કદ અને સજાવટ મુજબ રૂપિયા ૨,૨૦૦થી શરૂ થઈને રૂપિયા ૩૦,૦૦૦ સુધીની છે. પર્વની ઉજવણી માટે સોસાયટીઓ અને સાર્વજનિક મંડળો દ્વારા ખરીદી શરૂ થતાં વેપારીઓમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.